હજી બેસતાં પણ બરાબર નથી આવડ્યું એવું ટાબરિયું વૉટર-સ્કીઇંગ કરવા લાગ્યું

23 September, 2020 07:05 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

હજી બેસતાં પણ બરાબર નથી આવડ્યું એવું ટાબરિયું વૉટર-સ્કીઇંગ કરવા લાગ્યું

છ મહિનાના બાળકે વૉટર-સ્કીઇંગ કર્યું

અમેરિકાના યુટાહ પ્રાંતમાં છ મહિનાના બાળકે વૉટર-સ્કીઇંગ કર્યાનો વિડિયો તેનાં માતા-પિતા કેસી હમ્ફ્રી અને મિન્ડી હમ્ફ્રીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. એ વિડિયોના આધારે ગયા અઠવાડિયે વૉટર-સ્કીઇંગ કરનારી વિશ્વની સૌથી નાની ઉંમરની વ્યક્તિ તરીકે હમ્ફ્રી નામના બાળકનું નામ નોંધાયું છે. વિડિયોમાં સર્ફ-બોર્ડ પર ૬ મહિનાના બાળકને એક સ્ટૅન્ડ પર ઊભો રાખ્યો છે જેથી તે પડી ન જાય. તેના પેરન્ટ્સે બાળકના છ મહિનાના જન્મદિને વૉટર-સ્કીઇંગ કરાવીને વિશ્વવિક્રમમાં બાળકનું નામ નોંધાવ્યું હતું. જોકે સોશ્યલ મીડિયામાં એ વિશે જાતજાતના તર્કવિતર્ક થવા લાગ્યા છે. આટલા નાના બાળકને આવું સાહસ કરાવવા બદલ કેટલાય લોકોએ તેના પેરન્ટ્સના અવિચારી પગલાને વખોડ્યું હતું.  

united states of america offbeat news hatke news