દાદીનો જીવ બચાવવા કાર ડ્રાઇવ કરનારો 11 વર્ષનો છોકરો હીરો બની ગયો

07 September, 2020 09:32 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

દાદીનો જીવ બચાવવા કાર ડ્રાઇવ કરનારો 11 વર્ષનો છોકરો હીરો બની ગયો

દાદીમાનો જીવ બચાવવા કાર ડ્રાઇવ કરનારો 11 વર્ષનો અમેરિકન છોકરો હીરો બની ગયો

અમેરિકાના ઇન્ડિયાનાપોલિસમાં ડાયાબિટીઝનાં દરદી દાદીમાનો જીવ બચાવવા માટે કાર ડ્રાઇવ કરનારો ૧૧ વર્ષનો છોકરો પબ્લિક હીરો બની ગયો છે. દાદીમાનું બ્લડ ગ્લુકોઝ-લેવલ સાવ ઘટી જતાં બ્રુઅર્લી નામનો પૌત્ર કોઈ પણ અન્ય વિચાર કર્યા વગર તેમને કારમાં ગોઠવીને ડ્રાઇવિંગ કરતાં પુરપાટ દોડાવી ગયો હતો. બ્રુઅર્લી બે દિવસ પહેલાં જ ૧૧ વર્ષનો થયો છે. થોડા દિવસ પહેલાં બ્રુઅર્લી પાડોશના વિસ્તારમાં ગો કાર્ટિંગ રમતો હતો ત્યારે તેનાં દાદીમા બહાર આંટો મારવા માટે નીકળ્યાં હતાં. બ્રુઅર્લી રસ્તા પર દાદીમા પાસેથી પસાર થયો ત્યારે દાદીમાનું બ્લડ ગ્લુકોઝ-લેવલ ખૂબ ઘટી જતાં તેમની દૃષ્ટિ ઝાંખી થઈ અને શરીર ધ્રૂજવા માંડ્યું હતું. બ્રુઅર્લી તાત્કાલિક ગો કાર્ટ ઘરે મૂકીને ગૅરેજમાંથી મર્સિડીઝ બેન્ઝ કાર કાઢી લાવ્યો અને દાદીમા પાસે લઈને આવ્યો હતો. દાદીમા સ્ટૉપ સાઇનની ઉપર સાવ ઝૂકી ગયાં અને શું કરવું એની કંઈ સૂઝ પડતી નહોતી ત્યારે તેમણે જમણી બાજુ જોયું તો ઘરની મર્સિડીઝ કાર દેખાઈ. કાર પૌત્ર પીજે હંકારતો હતો. બ્રુઅર્લી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું, પરંતુ તે ઘણી વખત ઘરની આસપાસ દાદા સાથે કાર ડ્રાઇવ કરતો હતો. પીજે દાદીમાને કારમાં બેસાડીને ઘરે લઈ આવ્યો અને પથારીમાં સુવડાવીને ગ્લુકોઝની ગોળીઓ આપી. દાદીમા એન્જેલાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર લખેલી પોસ્ટમાં કૅપિટલ અક્ષરોમાં લખ્યું હતું કે ‘આ છોકરો ફક્ત ૧૧ વર્ષનો ભલે હોય, તે તેની મમ્મી કરતાં ઘણું સારું ડ્રાઇવિંગ કરે છે.’

offbeat news hatke news united states of america international news