કૅનેડાના આ સરદારજીએ રસી મળ્યાની ખુશીમાં થીજેલા તળાવ પર ભાંગડા કર્યો

05 March, 2021 07:32 AM IST  |  Canada

કૅનેડાના આ સરદારજીએ રસી મળ્યાની ખુશીમાં થીજેલા તળાવ પર ભાંગડા કર્યો

ભાંગડા-ડાન્સર ગુરદીપ પાંઢેર

મ્યુઝિક આર્ટિસ્ટ અને ભાંગડા-ડાન્સર ગુરદીપ પાંઢેરે કોવિડ-19 રસી મળ્યાની ખુશીમાં થીજી ગયેલા તળાવ પર ભાંગડા ડાન્સ કર્યો હતો. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા તેના વિડિયોમાં તે કોવિડ-19 રસી લીધા પછી ખુશીમાં ઝૂમતો અને નાચતો જોવા મળ્યો છે. તેનું કહેવું છે કે ગઈ કાલે રસી લીધા બાદ હું ઘણો ખુશ હતો અને મારી ખુશી કૅનેડાના તેમ જ વિશ્વના તમામ લોકો સુધી પહોંચાડવાના હેતુથી હું થીજેલા ત‍ળાવ પર ડાન્સ કરવા પહોંચી ગયો હતો. હું લોકોને વિશ્વાસ અપાવવા માગતો હતો કે હવે રસી આવી ગઈ છે તો બધું સારું થશે.

કૅનેડાના ત્રણ પ્રદેશમાંથી એક યુકોન પ્રદેશમાં ઓછી વસ્તી તેમ જ આરોગ્યલક્ષી સવલતોની ઓછપને કારણે માત્ર વયસ્ક લોકોને બદલે ૧૮ વર્ષ કરતાં વધુ વયના તમામ લોકોને રસી લેવાની મંજૂરી આપવામાં આવી છે.

આ વિડિયોને ૨૬ લાખ વ્યુઝ મળ્યા છે, ૧,૧૫,૬૦૦ લાઇક્સ મળી છે તેમ જ ૧૬,૨૦૦ વખત વિડિયો રીટ્વીટ થયો છે.

canada offbeat news hatke news international news