સોના અને ચાંદી પછી હવે એલઈડી માસ્ક આવી ગયા છે

21 July, 2020 07:30 AM IST  |  Bengal | Gujarati Mid-day Correspondent

સોના અને ચાંદી પછી હવે એલઈડી માસ્ક આવી ગયા છે

એલઈડી માસ્ક

કોરોના વાઇરસની મહામારીમાં માસ્ક વિના બહાર નીકળવાનું જોખમ કોઈ લેવા નથી માગતું. આવામાં બંગાળના કાંચરાપાડામાં રહેતા ગૌરનાથે એક વિશિષ્ટ ફેસ માસ્ક બનાવ્યો છે. આ વિશેષ એટલા માટે છે, કેમ કે એમાં બ્લુ કલરના એલઈડી બલ્બ બેસાડવામાં આવ્યા છે.

એલઈડી માસ્કની વિશેષતા વર્ણવતો ગૌરનાથનો વિડિયો તેના કોઈ ફ્રેન્ડે સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો છે.

આ પણ વાંચો : પત્ની પ્રેગ્નન્ટ થઈ ગઈ એ માટે પોતાની પાળેલી બિલાડીને જવાબદાર ઠેરવી

ગૌરનાથનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના જ ઘરની બહાર નીકળ્યો હોય તો તેને મારા માસ્ક પર લાગેલા એલઈડી બલ્બ જોઈને પોતે માસ્ક પહેરવાનું યાદ આવી શકે છે એ રીતે આ માસ્ક લોકોમાં જાગૃતિ ફેલાવે છે.

bengal offbeat news hatke news national news