ચીનમાં થાય છે ટીમવર્ક અને એકાગ્રતાની કસોટી કરતી અનોખી બોર્ડ શૂ રેસ

27 June, 2020 10:41 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

ચીનમાં થાય છે ટીમવર્ક અને એકાગ્રતાની કસોટી કરતી અનોખી બોર્ડ શૂ રેસ

બોર્ડ શૂ રેસ

ચીનમાં બોર્ડ શૂ રેસિંગ લોકલ સ્પોર્ટ્સમાં લોકપ્રિય સ્પર્ધા છે. બોર્ડ શૂ રેસિંગમાં બે  લાંબા જૂતાંમાં એકની પાછળ એક એમ ત્રણ જણ પગ નાખીને દોડે છે. ચીનમાં મિંગ રાજાઓનું શાસન હતું એ દિવસોમાં ઘૂસણખોરી કરીને લૂંટ ચલાવતા જપાની ચાંચિયાઓ સામે લડવા માટે સૈનિકોને તાલીમ આપવા આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. શુઆંગ પ્રાંતની લોકનેતા મિસિસ વા સૈનિકોને લાકડાના લાંબા ટુકડાનાં જૂતાં બનાવીને એક જોડી જૂતાં ત્રણ જણને પહેરાવતી હતી, જેથી ચાંચિયાઓ પાછળ દોડવા કે તેમને પકડવા માટે એકસાથે અનેક સૈનિકો સમન્વયપૂર્વક સાથે દોડી શકે. એ પદ્ધતિનો ઉપયોગ આક્રમણ અને બચાવ બન્ને બાબતોમાં કરવામાં આવતો હતો. ત્યાર પછી એ ટ્રેઇનિંગ-સિસ્ટમને સ્થાનિક લોકોએ ટ્રેડિશનલ સ્પોર્ટ તરીકે અપનાવી લીધી. એ બોર્ડ શૂ માટેનું લાકડું કે સોલ ૯ સેન્ટિમીટર પહોળાં અને ૩ સેન્ટિમીટર જાડાં હોય છે. ત્રણમાંથી એક જણ વધારે જોર કરવા જાય તો એ ગબડી પડતાં ત્રણેય પડી જાય છે. એથી એકબીજાની શક્તિ અને ક્ષમતાનો તાગ મેળવીને સમન્વયથી દોડવું અનિવાર્ય બને છે. ચીનના નૅશનલ સિવિલ અફેર્સ કમિશને ૨૦૦૫થી નૅશનલ માઇનોરિટી ટ્રેડિશનલ સ્પોર્ટ્સ ગેમ્સના વાર્ષિક આયોજનમાં ઑફિશ્યલ ઇવેન્ટ તરીકે બોર્ડ શૂ રેસિંગને માન્યતા આપી હતી. 

china offbeat news hatke news international news