સ્વિટ્ઝરલૅન્ડમાં સાહસના ફેસ્ટિવલની રોમાંચક ઊજવણી

24 June, 2020 07:14 AM IST  |  Switzerland | Gujarati Mid-day Correspondent

સ્વિટ્ઝરલૅન્ડમાં સાહસના ફેસ્ટિવલની રોમાંચક ઊજવણી

સ્વિટ્ઝરલૅન્ડમાં સાહસના ફેસ્ટિવલની રોમાંચક ઊજવણી

આમ તો કોવિડ-૧૯ને કારણે દુનિયાભરમાં યોજાતી ફેમસ ઇવેન્ટ્સ મુલતવી રખાઈ છે, પરંતુ સ્વિટ્ઝરલૅન્ડના મૉન્ટ્રીક્સ શહેર પાસે આવેલી ગ્લેશિયર ૩૦૦૦ નામની જગ્યા સાહસિકો માટે જન્નત છે. અહીં દર વર્ષે ઍર શો થાય છે જેમાં લોકો દિલધડક સ્ટન્ટ્સ કરે છે. આ વર્ષે ઍર શો ઇવેન્ટ લોકો માટે તો બંધ હતી, પરંતુ યુરોપના છ ડૅરડેવિલ સ્ટન્ટબાજોને અહીં કરતબ બતાવવાની છૂટ અપાઈ હતી. લગભગ એક મહિનાથી જેની તૈયારી ચાલતી હતી એ કાર્યક્રમમાં ગઈ કાલે દિલધડક સ્ટન્ટ્સ થયા હતા.

ઇટલીની શીલા નિકોલોડી નામની આર્ટિસ્ટે સમુદ્રથી લગભગ ૩૦૦૦ ફુટની ઊંચાઈએ પોલ-ડાન્સ કર્યો હતો. સ્વિસ ઍક્રોબેટ ફ્રેડી નૉકે કેબલ કાર પર બાઇસિકલ બૅલૅન્સિંગ ઍક્ટ પર્ફોર્મ કર્યો હતો. સ્વિસ ઍક્રોબેટ રૅમન કૅથ્રિનરે ગ્લેશિયર ૩૦૦૦ ઍર શોમાં ઊંચા થાંભલા પર બૅલૅન્સ કરીને રુંવાડાં ખડાં કરી દીધા હતા.

offbeat news hatke news switzerland international news