સોશ્યલ ડિસ્ટન્સિંગ: સ્વીડનમાં ખૂલશે એક કસ્ટમર બેસી શકે એવી રેસ્ટોરાં

04 May, 2020 07:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ ડિસ્ટન્સિંગ: સ્વીડનમાં ખૂલશે એક કસ્ટમર બેસી શકે એવી રેસ્ટોરાં

એક કસ્ટમર બેસી શકે એવી રેસ્ટોરાં

લૉકડાઉનના દિવસોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના અનેક પ્રકારના ઉપાયો અને આજમાયશો ચર્ચાના વિષય બને છે. બધા દેશોમાં લૉકડાઉનના નિયમો એકસરખા નથી. ભારતમાં હોટેલો અને રેસ્ટોરાં બંધ છે, પરંતુ સ્વીડનમાં નિયંત્રણો સાથે રેસ્ટોરાં ચાલે છે. ત્યાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે બે ટેબલ વચ્ચે દોરડા બાંધવામાં આવે છે. સ્વીડનમાં એકાદ અઠવાડિયા પછી ખૂલનારી એક રેસ્ટોરાંમાં આખા દિવસમાં ફક્ત એક જ ઘરાકને ખાવાનું પીરસવામાં આવશે. એનો ઑર્ડર તેને દોરડા પર લટકાવેલી બાસ્કેટમાં સરકાવીને પહોંચાડવામાં આવશે. ‘ટેબલ ફૉર વન’ નામ ધરાવતી એ રેસ્ટોરાં ૧૦ મેએ શરૂ થશે અને ૧ ઑગસ્ટ સુધીજ કાર્યરત રહેશે.

sweden offbeat news hatke news international news