લ્યો બોલો, દારૂ ચોરી કરવાનો નવો જુગાડ, પોલીસ પણ થઈ ગઈ હેરાન

02 June, 2020 07:44 PM IST  |  Johannesburg | Gujarati Mid-day Online Correspondent

લ્યો બોલો, દારૂ ચોરી કરવાનો નવો જુગાડ, પોલીસ પણ થઈ ગઈ હેરાન

દારૂની ચોરી કરવા માટે ચોરે બનાવી દુકાનની બહાર ટનલ

મુંબઈમાં કોરોનાના સૌથી વધારે દર્દીઓ નોંધાતાં આખું મુંબઈ રેડ ઝોનમાં હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ ગયા અઠવાડિયાથી ઑનલાઇન બુકિંગથી દારૂની હોમ-ડિલીવરીને મંજૂરી આપી હતી. આ સમાચાર આવ્યા બાદ નશો કરનારાઓ નાચી ઊઠ્યા હતા. જો દારૂની દુકાનો ખુલ્લી કરાય તો લોકોની ભીડ થાય છે જેને ખાળી શકવામાં પોલીસ દળને નાકે દમ આવે છે ત્યારે સાપ પણ મરે અને લાઠી પણ ન તૂટે એવો જબરદસ્ત ઉપાય હવે સરકારે અપનાવ્યો છે, એ છે દારૂની હોમ ડિલીવરીનો અથવા ઑનલાઇન વેચાણનો. જેમાં ગ્રાહકે માત્ર ફોન પર ઑર્ડર નેંધાવવાનો અને ઘરે તેને દારૂની ડિલીવરી મળી જાય તો તે ઑનલાઇન પેમેન્ટ પણ કરી શકે અથવા કેશ ઑન ડિલીવરી પણ આપી શકે છે. તો પણ લોકો દારૂની ચોરી કરી રહ્યા છે અને ચોરી કરવા માટે જાત-જાતની તરકીબ અપનાવી રહ્યા છે. હાલ એવી એક ઘટના સામે આવી છે સાઉથ આફ્રિકાથી, જે તમે સાંભળીને ચોકી જશો.

સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગમાં કઈ એવું થયું, જે જોઈને લોકો હેરાન થઈ ગયા છે. કોરોના વાઈરસથી બચવા માટે 66 દિવસનો લૉકડાઉન પૂર્ણ થવાના બરાબર એક દિવસ પહેલા શહેરમાં કેટલાક ચોર ટનલ બનાવીને એક દારૂની દુકાનમાં ઘુસી ગયા અને ત્યાંથી દારૂની ચોરી કરી. ચોર ત્યાંથી 3,00,000 રેન્ડ (લગભગ 18000 અમેરિકન ડૉલર)નો દારૂ લઈને ભાગી ગયા, જે દુકાનના માલિકે સોમવારે સવારે દુકાન ખોલ્યા બાદ વેંચવા માટે રાખી હતી.

દેશભરમાં માર્ચથી શરૂ થયેલા લૉકડાઉનના કારણે દારૂના વેંચાણ પર પ્રતિબંધ લગાવી દીધું હતું. દુકાનના માલિકે જણાવ્યું કે સીસીટીવી કૅમેરાના ફૂટેજથી ચોરની ઓળખ થઈ છે. તેઓ 10 દિવસ પહેલા જ દુકાન પર આવ્યા હતા. તેમના સુધી પહોંચવા માટે કોઈપણ બાબતની માહિતી આપનાર માટે 50,000 રેન્ડનું ઈનામ રાખવામાં આવ્યું છે.

દેશમાં દારૂની દુકાનોમાં ઘરફોડ ચોરીની વધતી ઘટનાઓને કારણે આ દુકાન માલિકોએ સુરક્ષા ગાર્ડ તૈનાત કર્યા છે. લૉકડાઉન પ્રતિબંધોને કારણે લોકો દારૂ મેળવી શકતા નથી, એટલે તેઓ ચોરી કરીને કાળાબજારમાં 10 ગણા ભાવે વેંચી શકે.

offbeat news hatke news international news south africa johannesburg