OMG: પત્નીનો થયો પતિ સાથે ઝઘડો, ગુસ્સો શાંત કરવા પતિએ કર્યું આવું કામ

14 December, 2020 12:10 PM IST  |  Italy | Gujarati Mid-day Online Correspondent

OMG: પત્નીનો થયો પતિ સાથે ઝઘડો, ગુસ્સો શાંત કરવા પતિએ કર્યું આવું કામ

પ્રતીકાત્મક તસવીર

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થવો એ સામાન્ય રહેવાની વાત છે, ખાસ કરીને લૉકડાઉનમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના સમાચારની ઘણી ન્યૂઝ સાંભળવા મળી હતી. કોરોના વાઈરસના લીધે કડક થયેલા લૉકડાઉનના લીધે લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા. સાથે બન્નેની નાની બાબતો પર જોરદાર ઝઘડો જોવા મળ્યો હતો. પણ આ ઝઘડો ઘણા લાંબા સમયથી રહેતો નથી. પછી બન્ને એકબીજાને મનાવી લે છે. પણ એવો જ એક મામલો ઈટાલીથી આવ્યો છે. એક કપલ વચ્ચે એટલો જોરદાર ઝધડો થયો કે પતિ ઘર છોડીને બહાર ચાલ્યો ગયો. પોતાને શાંત કરવા માટે તેણે એવું કામ તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો. પતિ પોતાને શાંત કરવા માટે લગભગ 450 કિલોમીટર દૂર ચાલતો નીકળી ગયો. ઈન્ડિપેન્ટના રિપોર્ટ અનુસાર 48 વર્ષના એક વ્યક્તિ ઈટાલીના કોમો શહેરમાં રહે છે.

જ્યારે આ વ્યક્તિએ તેની પત્ની સાથે ઝઘડો કર્યો ત્યારે તે ખૂબ ગુસ્સે થયો. ત્યારબાદ તેણે પોતાનો ગુસ્સો શાંત કરવા કોમો સિટી છોડવાનું નક્કી કર્યું. પછી પગપાળા ચાલીને કોમો શહેરથી ફાનો શહેર પહોંચી ગયો. બન્ને શહેરના વચ્ચે લગભગ 426 કિલોમીટરનો અંતર હતો. બાદ આ માણસ ફાનોથી લગભગ 30 કિલોમીટરનો અંતર કાપીને દૂર એડ્રિયાટિક કોસ્ટ પહોંચી ગયો હતો. જ્યાં પોલીસે એની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ કર્યા બાદ પોલાસે આ શખ્સની પૂછપરછ શરૂ કરી હતી.

આ સમય દરમિયાન તેણે પોતાનો ગુસ્સો શાંત કરવા 450 કિલોમીટર ચાલ્યા જવાની વાત કરી તો, પોલીસે એના પર વિશ્વાસ કર્યો નહીં. જ્યારે તેઓએ તેના વિશે માહિતી એકત્રિત કરી, ત્યારે મામલો સાચો નીકળ્યો. અગાઉ આ શખ્સની પત્નીએ પણ એક અઠવાડિયા પહેલા કોમો સિટીમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. સમાચાર અનુસાર આ વ્યક્તિનું શરીર ઠંડુ પડી ગયું હતું અને તે ઘણો થાકી ગયો હતો.

પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું કે - મને એટલો ગુસ્સો આવ્યો હતો કે મને ખબર જ નહી પડી કે હું આટલી દૂર આવી ગયો. પત્ની સાથે થેયલા ઝઘડાને શાંત કરવા મનાટે ઘરથી બહાર ચાલતો નીકળી ગયો. આ પ્રવાસ દરમિયાન મને અજાણ્યા લોકોએ ખાવાનું આપ્યું હતું.

આ માણસ દિવસમાં લગભગ 64 કિ.મી. ચાલતો હતો. જ્યારે આ વ્યક્તિની પત્નીને ખબર પડી કે પતિ ફોનો શહેરમાં છે, તો તે તરત ફોનો શહેર પહોંચી ગઈ હતી. જ્યાં તેણે કહ્યું કે, 'એક અઠવાડિયા પહેલા મારી સાથે દલીલ કર્યા પછી તે તોફાનની જેમ ઘરની બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ તે ગુમ થઈ ગયા હતા. પતિને પાછા ઘરે લઈ જવા માટે પત્નીએ ફોનો પોલીસને 400 યુરો એટલે લગભગ 36000 રૂપિયનો દંડ ભરવો પડ્યો હતો. કારણકે તેમણે Covid-19ને કારણકે લાગુ થયેલા નાઈટ કર્ફ્યૂના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતુ.

italy offbeat news hatke news international news