બોલો પીઠ ખંજવાળવા માટે અર્થમૂવર વાપરે છે આ ભાઈ

16 October, 2020 07:52 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બોલો પીઠ ખંજવાળવા માટે અર્થમૂવર વાપરે છે આ ભાઈ

પીઠ ખંજવાળવા માટે નવો ઉપાય

ગયા વર્ષે સોશ્યલ મીડિયામાં કેટલાક નેટિઝન્સે જમીન ખોદવા માટે વપરાતા ભારે અર્થમૂવર વાહનોની સાથે અવનવી સ્ટાઇલમાં તસવીરો અને વિડિયો પડાવવાનો ટ્રેન્ડ શરૂ કરેલો. એ વખતે #JCBKIKhudai ટ્રેન્ડમાં આવી ગયું હતું. સની લીઓનીએ પણ અર્થમૂવર પર બેસીન તસવીરો પોસ્ટ કરી હતી. જોકે આ ટ્રેન્ડ પૂરો થયાને લગભગ એક વર્ષ બાદ ફરીથી સોશ્યલ મીડિયામાં જેસીબી એટલે કે અર્થમૂવર ફરીથી ચર્ચામાં આવ્યું છે. ૪૧ સેકન્ડની એક ક્લિપ છે જેમાં એક ભાઈ કન્સ્ટ્રક્શનની સાઇટ પર જેસીબી મશીન સાથે પોતાની પીઠ ખંજવાળી રહ્યા છે. અર્થમૂવરનો હાથો નીચે તરફ છે અને ભાઈસાહેબ એ પંજા સાથે પોતાની પીઠ ઘસીને વલૂરી રહ્યા છે. અબ્દુલ નસર નામના યુઝરે શૅર કરેલો આ વિડિયો જોઈને લોકોને ગયા વર્ષની યાદ આવી ગઈ છે અને લોકો ફરીથી આ બાબતે ક્રીએટિવિટી દાખવવી જોઈએ એવી ડિમાન્ડ કરી રહ્યા છે.

offbeat news hatke news national news