એપલનું લેપટોપ નથી તો શું થયું, સફરજન તો છે ને, જુઓ અનોખો અખતરો

03 August, 2020 01:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

એપલનું લેપટોપ નથી તો શું થયું, સફરજન તો છે ને, જુઓ અનોખો અખતરો

અડધા સફરજનને લૅપટોપમાં લગાવીને એક માણસ કરતો નજર આવી રહ્યો છે

આખા દેશમાં કોરોના વાઈરસનો ભય ફેલાયો છે. ત્યારે સરકારે લોકોને ઘરથી બહાર નીકળવાની ના પાડી છે. સાથે જ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. સતત 4 મહિનાથી ચાલી રહેલા લૉકડાઉનના લીધે બધા પોતાના ઘરેથી જ કામ કરી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર એક એપલ લૅપટોપની તસવીર વાઈરલ થઈ રહી છે, જે જોઈને તમે પણ વિચાર કરવા લાગી શકો કે આ કેવી રીતે શક્ય છે.

બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક તસવીર શૅર કરી છે. આનંદ મહિન્દ્રાએ પોતાના 80 લાખ ફૉલોઅર્સના માટે એક ખાસ પોસ્ટ કરી છે. આ ફોટોમાં અડધા સફરજનને લૅપટોપમાં લગાવીને એક માણસ કરતો નજર આવી રહ્યો છે. તમે જાણો છો કે વિશ્વની સૌથી મોંઘી બ્રાન્ડ્સમાંથી એક એપલ છે. મહિન્દ્રા ગ્રુપના ચૅરમેન આનંદ મહિન્દ્રાએ કહ્યું હતું કે 'Apple બ્રાન્ડ બનવાની ઇચ્છા રાખવી જોઈએ.

આનંદ મહિન્દ્રાએ કહ્યું, હું મારા ફોલ્ડરમાં આવી વસ્તુઓ રાખું છું. માત્ર એટલા માટે નહીં કે તે મને યાદ અપાવે કે કોઈ ખાસ બ્રાન્ડની ઈચ્છા હોવી જ જોઈએ, પરંતુ એટલા માટે પણ મને યાદ અપાવે છે કે વાસ્તવિકતાએ જ છે કે જે અમારી આકાંક્ષાઓ અને સપના ઈચ્છે છે. આનંદ મહિન્દ્રાએ શૅર કરતા લખ્યું, #MondayMorning.

મહિન્દ્રા ગ્રુપના ચૅરમેન આનંદ મહિન્દ્રાએ કહ્યું કે એપલ બ્રાન્ડ બનવાની ઈચ્છા હોવા જ જોઈએ. ટ્વિટર પર પોસ્ટ કર્યા બાદ આ ફોટો પર 3600થી વધારે લાઈક્સ અને હજારો કમેન્ટ્સ મળી છે.

આવું પહેલીવાર નથી થયું કે આનંદ મહિન્દ્રાએ આ પ્રકારનો ફની ફોટો શેર કર્યો છે. આની પહેલા પણ એવા ઘણા ફોટો શૅર કરી ચૂક્યા છે. ગયા અઠવાડિયે શનિવારે એમણે એક ફની ફોટો પોસ્ટ કર્યો હતો, જેણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આનંદ મહિન્દ્રાએ એક ફોટો શેર કર્યો હતો, જ્યાં બાથરૂમમાં પાણીનું આઉટલેટ દેખાઈ રહ્યું છે.

offbeat news hatke news anand mahindra apple national news