૨૨૦ ટનની બોટ એક આંગળીથી ખેંચી લીધી આ ભાઈએ

30 August, 2019 09:34 AM IST  |  જ્યોર્જિયા

૨૨૦ ટનની બોટ એક આંગળીથી ખેંચી લીધી આ ભાઈએ

જુઓ આ ભાઈના પરાક્રમ

જેમ ભગવાન કૃષ્ણએ ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઊંચકી લીધો હતો એમ જ્યૉર્જિયાના ગિઓર્ગી રોસ્ટોમશવી નામના ભાઈએ એક આંગળીના જોરે ટનબંધ વજન ધરાવતી બોટને ખસેડી કાઢવાનું સાહસ કર્યું છે. ગયા રવિવારે ગિઓર્ગીભાઈએ સમુદ્રમાં લંગારેલી ૨૨૦ ટન વજન ધરાવતી એક બોટને પોતાની મિડલ- ફિંગરની મદદથી ખેંચી લીધી હતી. આ બોટ સાથે જોડેલું દોરડું આ ભાઈની ડાબા હાથની વચલી આંગળી સાથે બાંધેલું છે. બાકીની આંગળીઓની મુઠ્ઠીવાળીને તેઓ બોટને ખેંચે છે અને લગભગ ૧૬ ફુટ જેટલું ખેંચીને પોતાની તરફ લઈ આવે છે. ભાઈસાહેબના આ સ્ટન્ટને નૅશનલ રેકૉર્ડની માન્યતા મળી હતી, જોકે આ સ્ટન્ટને હજી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સબમિટ કરવામાં આવ્યો છે.

georgia hatke news offbeat news