ઓડિશામાં મહાત્મા ગાંધી નીકળ્યા માસ્ક અને સૅનિટાઇઝર્સ વહેંચવા

16 April, 2020 07:42 AM IST  |  Bhubaneshwar | Gujarati Mid-day Correspondent

ઓડિશામાં મહાત્મા ગાંધી નીકળ્યા માસ્ક અને સૅનિટાઇઝર્સ વહેંચવા

મહાત્મા ગાંધી નીકળ્યા માસ્ક અને સૅનિટાઇઝર્સ વહેંચવા

મોઢા પર સિલ્વર પેઇન્ટ અને મહાત્મા ગાંધીનો પહેરવેશ પહેરીને એક વ્યક્તિ ભુવનેશ્વરમાં એઇમ્સ હૉસ્પિટલ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં લોકોને ફેસમાસ્ક અને હૅન્ડ-સૅનિટાઇઝર્સ વહેંચે છે. સિલ્વર ગાંધી તરીકે ઓળખાતા ભુવનેશ્વરના રહેવાસી સાંઈ રામે લગભગ એકાદ વીક પહેલાં કોવિડ-19 વિશે જાગૃતિ ફેલાવવા એક અનોખી ઝુંબેશ શરૂ કરી હતી. હાથમાં રાષ્ટ્રધ્વજ ફરકાવતાં લગભગ ૧૫૦ કિલોમીટર ચાલીને તે લોકોના ઘરે-ઘરે જઈને કોરોના વાઇરસ વિશે સમજ આપી જાગૃતતા ફેલાવે છે. આ કાર્ય માટે તે ગાંઠના પૈસા ખર્ચીને ફેસમાસ્ક અને હૅન્ડ- સૅનિટાઇઝર્સ ખરીદી લોકોમાં વહેંચે છે. ઓડિશાના નવા વર્ષના દિવસે તેમણે મંદિરમાં ભગવાન સમક્ષ લોકોને આ જીવલેણ રોગથી બચાવવા પ્રાર્થના કરી હતી. સાંઈ રામ વિસ્તારની શાકભાજીની દુકાનો પર જઈને કોરોના વાઇરસ સામે લડવા માટે લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું મહત્વ સમજાવતા હોય છે. ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જઈને લોકોને સરકારની સૂચનાનું પાલન કરી કોરોના વાઇરસ સામેની લડતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા સમજાવે છે. 

bhubaneswar offbeat news hatke news national news