ચોખાના 4042 દાણા પર ભગવદ્ ગીતા લખી છે હૈદરાબાદની આ કલાકારે

21 October, 2020 07:37 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

ચોખાના 4042 દાણા પર ભગવદ્ ગીતા લખી છે હૈદરાબાદની આ કલાકારે

ચોખાના 4042 દાણા પર ભગવદ્ ગીતા લખી છે આ કલાકારે

હૈદરાબાદમાં રહેતી રામગિરિ સ્વરિકા નામની માઇક્રો આર્ટિસ્ટે ૧૫૦ કલાક મહેનત કરીને ચોખાના ૪૦૪૨ દાણા પર ભગવદ્ગીતાનું લેખન કર્યું છે.

આ રીતે રામગિરિ સ્વરિકાના ૨૦૦૦ માઇક્રો આર્ટવર્ક્સના કલેક્શનમાં ઉમેરો થયો છે. નોંધપાત્ર બાબત એ છે કે સ્વરિકાએ આ કાર્યમાં ક્યાંય મૅગ્નિફાયિંગ ગ્લાસનો ઉપયોગ કર્યો નથી.

સ્વરિકાએ તલના દાણા પર લેખન ઉપરાંત કાગળની સુંદર હસ્તકલાકૃતિઓ પણ તૈયાર કરી છે. તેણે મિલ્ક આર્ટના પણ સુંદર નમૂના રચ્યા છે.

અગાઉ વાળ પર દેશના બંધારણ લખવા બદલ તેલંગણના રાજ્યપાલ તમળસાઈ સુંદર રાજને સ્વરિકાનું સન્માન કર્યું હતું. ભારતની પ્રથમ માઇક્રો આર્ટિસ્ટ તરીકે માન્યતા પ્રાપ્ત કરનારી આ કાયદાની વિદ્યાર્થિનીને ૨૦૧૯માં નૉર્થ દિલ્હી કલ્ચરલ ઍકૅડેમીનો અવૉર્ડ પ્રાપ્ત થયો હતો. સ્વરિકાને ૨૦૧૭માં ઇન્ટરનૅશનલ ઑર્ડર બુક ઑફ રેકૉર્ડ્સનું સન્માન પ્રાપ્ત થયું હતું.

hyderabad offbeat news hatke news national news