મહિલાએ એકસાથે જન્મ આપ્યો 6 બાળકોને

22 May, 2019 10:20 AM IST  |  કૅક્રોવ

મહિલાએ એકસાથે જન્મ આપ્યો 6 બાળકોને

મહિલાએ એકસાથે જન્મ આપ્યો 6 બાળકોને

પોલૅન્ડના ક્રૅકોવ શહેરમાં સોમવારે યુનિવર્સિટીની હૉસ્પિટલમાં એક મહિલાની ડિલિવરી કરાવીને ડૉક્ટરો પણ અચંબામાં પડી ગયા હતા. સિઝેરિયન ડિલિવરી દ્વારા આ મહિલાએ કુલ ૬ બાળકોને જન્મ આપ્યો હતો. પોલૅન્ડમાં આવું પહેલી વાર બન્યું હોવાનું ડૉક્ટરોનું માનવું છે. ક્રૅકોવની યુનિવર્સિટી હૉસ્પિટલમાં આ મહિલા દાખલ થઈ ત્યારે તેને પ્રેગ્નન્સીનું ૨૯મું વીક ચાલી રહ્યું હતું. ડૉક્ટરોને અંદાજ હતો કે મહિલા પાંચ બાળકોને જન્મ આપશે, પણ તેની કૂખમાંથી ચાર છોકરીઓ અને બે છોકરાઓ મળીને કુલ ૬ સંતાન પેદા થયાં હતાં. બધાં બાળકોનું વજન ૮૯૦ ગ્રામથી લઈને ૧૩૦૦ ગ્રામ વચ્ચે છે.

આ પણ વાંચો : 250 કિલો વજન ઊંચકવા જતાં વેઇટલિફ્ટરનો પગ બટકાઈ ગયો

તમામ બાળકો શારીરિક રીતે સ્વસ્થ છે, પરંતુ ઓછા વજન સાથે જન્મ્યાં હોવાથી તેમને ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવ્યાં છે. ડૉક્ટરનું કહેવું છે કે એકસાથે ૬ સંતાનોને જન્મ આપનારી ૨૯ વર્ષની મહિલાને ઑલરેડી બે વર્ષનો દીકરો છે. નવાં ૬ સંતાનોના જન્મ પછી તે ખૂબ ખુશ છે.

poland offbeat news hatke news