૭૧ વર્ષના કાકાએ ૮ દિવસમાં ૨૪,૦૦૦ કૉલ કરતાં તેમની ધરપકડ થઈ

04 December, 2019 10:14 AM IST  |  Japan

૭૧ વર્ષના કાકાએ ૮ દિવસમાં ૨૪,૦૦૦ કૉલ કરતાં તેમની ધરપકડ થઈ

પ્રતિકાત્મક તસવીર સૌજન્યઃ publicbook.org

જપાનના આકાતોશી આકામોતો નામના ૭૧ વર્ષના ભાઈની ધરપકડ કરવામાં આવી. એનું કારણ એ હતું કે પબ્લિક ફોન બુથ પરથી એક ટેલિકૉમ કંપનીની કસ્ટમર કૅરના ટૉલ-ફ્રી નંબર પર એક, બે વાર કે એક-બે હજાર વાર નહીં, પણ ૨૪,૦૦૦થી વધુ વખત ફોન કર્યો. આટલું જ નહીં, જેટલી વાર ફોન કર્યો એટલી વાર તેણે કસ્ટમર કૅર એક્ઝીક્યુટિવ સાથે ઉદ્ધતાઈથી વાત કરી હતી. માત્ર આઠ દિવસમાં તેમણે સતત ફોન કર્યે જ રાખ્યા હતા.
અલગ-અલગ પબ્લિક બુથ પરથી તેમણે આ કામ કર્યું હતું, પરંતુ કંપનીના અંદાજ મુજબ ૨૪,૦૦૦થી વધુ કૉલ થઈ ગયા ત્યારે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે પણ તેમની ધરપકડ કરી હતી. જપાનમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે અને તેઓ એકલા પડી રહ્યા છે એને કારણે તેઓ કાં તો એકલતા ભાંગવા માટે કાં પછી અધીરાઈથી ફરિયાદ કરવા માટે હેલ્પ લાઇનનો આવો મિસયુસ કરી રહ્યા છે એવું પોલીસનું માનવું છે.

offbeat news hatke news japan