વિયેટનામમાં વેચાય છે એક મીટર લાંબો ત્રણ કિલોનો એક બ્રેડ લોફ

18 May, 2020 07:47 AM IST  |  Vietnam | Gujarati Mid-day Correspondent

વિયેટનામમાં વેચાય છે એક મીટર લાંબો ત્રણ કિલોનો એક બ્રેડ લોફ

ત્રણ કિલોનો બ્રેડ

વિયેટનામના મેકૉન્ગ ડેલ્ટા (મેકૉન્ગ નદીના ત્રિકોણ પ્રદેશ) ખાતેનો જિયાન્ગ પ્રાંત કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે, પરંતુ બે વર્ષ પહેલાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોને કારણે બ્રેડના જંગી કદના લોફ માટે પણ જાણીતો બન્યો છે. ૨૦૧૮માં લાઇફસ્ટાઇલ અને એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ બ્રાઇટ સાઇડે પ્રકાશિત કરેલી વિશ્વના અસાધારણ અને વિચિત્ર લાગે એવા ખાદ્ય પદાર્થોની યાદીમાં જિયાન્ગ પ્રાંતનો જંગી કદનો બ્રેડ લોફ ઘણો જાણીતો બન્યો હતો.

બ્રેડ લોફના ફોટોગ્રાફ જોઈને ઘણાએ મૂળ તસવીરને ફોટોશૉપમાં એડિટ કરી હોવાનો કે સામાન્ય કરતાં વધારે કદ દેખાય એ માટે ચોક્કસ ઍન્ગલથી ફોટો-વિડિયો લીધા હોવાના પણ દાવા કર્યા હતા, પરંતુ વિયેતનામના મીડિયાએ મસમોટા કદના બ્રેડ લોફને ખૂબ મહત્ત્વ આપ્યું એટલે આજે જાયન્ટ લોફ ફ્રૉમ જિયાન્ગ મશહૂર છે. એક મીટર લાંબો અને ત્રણેક કિલો વજનનો બ્રેડ લોફ ૧૬૨ રૂપિયા જેટલી સ્થાનિક ચલણની કિંમતે વેચાય છે. આકર્ષક દેખાવની માફક સ્વાદ પણ ખૂબ મજેદાર હોવાનું સ્થાનિક લોકો કહે છે. બ્રેડ લોફની ઉપર માખણ લગાવીને તલ કે બીજા આકર્ષક અને સ્વાદિષ્ટ પદાર્થ ભભરાવેલા હોય છે.

vietnam offbeat news hatke news international news