ભોપાલ પાસેના ભીમબેટકામાં મળ્યું 5700 લાખ વર્ષ જૂનું પ્રાણીનું અશ્મિ

11 February, 2021 08:47 AM IST  |  Madhya Pradesh

ભોપાલ પાસેના ભીમબેટકામાં મળ્યું 5700 લાખ વર્ષ જૂનું પ્રાણીનું અશ્મિ

5700 લાખ વર્ષ જૂનું પ્રાણીનું અશ્મિ

મધ્ય પ્રદેશમાં ભોપાલથી ૪૦ કિલોમીટર દૂર ભીમબેટકા પાસેના ખડકોમાં ડિકેન્સોનિયા અશ્મિ મળ્યું છે. ડિકેન્સોનિયા વિશ્વના સૌથી જૂના પ્રાણીનું અશ્મિ ગણાય છે. એ દુર્લભ પ્રકારના અશ્મિના સંશોધનનો ઉલ્લેખ ઇન્ટરનૅશનલ જર્નલ ગોંદવાણા રિસર્ચના ફેબ્રુઆરી મહિનાના અંકમાં કરવામાં આવ્યો છે. સૅન્ડસ્ટોન પરનું એ અશ્મિ ૫૭૦૦ લાખ વર્ષ જૂનું મનાય છે. એ અશ્મિ પ્રાચીન કાળમાં સભાગૃહરૂપે વપરાતી ગુફાની છત પર છે. વિશ્વના અન્ય ભાગોમાં મળતા ડિકેન્સોનિયા અશ્મિઓ ચારેક ફુટ લાંબા હોય છે, પરંતુ  ભીમબેટકામાં મળેલું અશ્મિ ૧૭ ઇંચ લાંબું છે.'

offbeat news hatke news bhopal madhya pradesh national news