ફિટનેસ-ઇન્સ્ટ્રક્ટર છત પર ચડીને લોકોને ઘરની બાલ્કનીમાં વર્કઆઉટ કરાવે છે

18 March, 2020 07:21 AM IST  |  Spain

ફિટનેસ-ઇન્સ્ટ્રક્ટર છત પર ચડીને લોકોને ઘરની બાલ્કનીમાં વર્કઆઉટ કરાવે છે

સ્પેનનો ફિટનેસ-ઇન્સ્ટ્રક્ટર

કોરોના વાઇરસના ચેપને કારણે લોકોનો કામ કરવાનો માહોલ, કાર્યપદ્ધતિ અને રીતરસમમાં ફેર પડ્યો છે. ઇટલીની માફક સ્પેનમાં પણ કોરોના કન્ટ્રોલ માટે ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં ક્વૉરન્ટીન કે આઇસોલેશનમાં રહેવાનો આદેશ પાળતા ફિટનેસ-ઇન્સ્ટ્રક્ટર હાઉસિંગ કૉમ્પ્લેક્સની વચ્ચેના ઘરના છાપરે ઊભા રહીને આસપાસના લોકોને કસરતનું માર્ગદર્શન આપતા જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ વિડિયોમાં કૅપ્શન લખવામાં આવી છે ઃ ‘પરિસ્થિતિ ગમે એવી પ્રતિકૂળ હોય, અમે તમારામાં જેકાંઈ શ્રેષ્ઠ હોય એ બહાર લાવીશું.’ આવો એક વિડિયો ટ્‍‍‍વિટર પર પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામના વિડિયોને ૪૦૦૦ લાઇક્સ અને ટ્‍‍‍વિટરના વિડિયોને ૫૦,૦૦૦ લાઇક્સ મળી છે.

spain offbeat news hatke news international news