Video: આ પરિવારે તેમના વ્હાલા ડૉગીનું સિમંત એટલે કે 'ડૉગી શાવર' કર્યું

15 December, 2020 02:59 PM IST  |  Maharashtra | Gujarati Mid-day Online Correspondent

Video: આ પરિવારે તેમના વ્હાલા ડૉગીનું સિમંત એટલે કે 'ડૉગી શાવર' કર્યું

વીડિયો ગ્રેબ

આજકાલ પ્રેગ્નન્સી દરમિયાન કપલ ફોટોશૂટ કરાવે છે, પણ તમે ક્યારે એક પ્રેગ્નન્ટ ડૉગીના ખોળો ભરવાની વાત સાંભળી છે. હાલ સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્ટ ડૉગીના ખોળો ભરવાની ચર્ચા ફેલાઈ છે. અહમદનગર, મહારાષ્ટ્રના એક કપલે પોતાના પાળતું ડૉગી માટે સિંમતનું આયોજન કર્યું છે. આ ડૉગીનું નામ 'લ્યુસી' છે. યુ-ટ્યુબ પર શૈલા ટીકે આ દંપતી વિશેની જાણકારી આપી છે. આ કપલે પોતાના પાળતું ડૉગીને દીકરીનું સ્થાન આપ્યું છે. સાથે આ કપલે જણાવ્યું છે કે અમારી દીકરી બહુ જ જલદી માતા બનવાની છે.

તેમ જ આ દંપતીએ ડૉગીના ખોળો ભરવાની વિધિ માટે સંબંધીઓને પણ આમંત્રણ આપ્યું હતું. આ ખાસ પ્રસંગ માટે તેમણે ઘણી મહેનત કરી છે. લ્યુસી માટે તેમણે ફૂલોથી પારણું શણગાર્યું છે. લ્યુસીએ મહારાષ્ટ્રનો પારંપરિક ડ્રેસ પહેર્યો છે. ફૂલોથી ડેકોરેટ થયેલા પારણાંમાં બેસીને એનો ખોળો ભરવાની વિધિ કરી હતી. ઘરવાળાએ આ ખુશીના અવસર પર એની આરતી ઉતારી હતી.

સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ઘણી વાઈરલ થઈ રહી છે. પોસ્ટ વાઈરલ થતા જ લોકો આ દંપતીના ઘણા વખાણ કરવા લાગ્યા છે. આ વિધિમાં લ્યુસીને મનપસંદ ભોજન પણ પીરસવામાં આવ્યું હતું.

કહેવાય છે કે કુતરો બહુ જ વફાદાર પ્રાણી છે. તે ક્યારે પણ પોતાના માલિકને ક્યારે પણ નુકસાન પહોંચાડતા નથી. સાથે ડૉગીના જન્મદિવસથી લઈને બૅબી શાવરની બહુ જ ચર્ચા સોશિયલ મીડિયામાં ફેલાતી હોય છે. 

maharashtra ahmednagar offbeat news hatke news mumbai news