વિશ્વનું સૌથી મોંઘું બર્ગર વેચાય છે જપાનમાં, કિંમત છે 63,000 રૂપિયા

08 April, 2019 09:21 AM IST  |  જાપાન

વિશ્વનું સૌથી મોંઘું બર્ગર વેચાય છે જપાનમાં, કિંમત છે 63,000 રૂપિયા

મોંધુ બર્ગર

જપાનના ટોક્યોમાં ‘ઓક ડોર સ્ટીકહાઉસ’ નામની રેસ્ટોરાંના શેફ પૅટ્રિક શિમાડાએ એક ખાસ ગોલ્ડન જાયન્ટ બર્ગર તૈયાર કર્યું છે. એમાં થોડીક ફૅન્સી આઇટમો ઉમેરીને એને ખાસ બનાવવામાં આવ્યું છે. આ બર્ગરમાં મુકાયેલી પૅટીનું વજન લગભગ એક કિલો જેટલું છે. એમાં ખાસ પ્રકારનાં બીફની સ્લાઇસ હોય છે. બતકના લિવરમાંથી બનાવેલી ખાસ મોંઘીદાટ પેસ્ટ, ટ્રફલ્સ, લેટસ, ચેડર ચીઝ, કાંદા-ટમેટાંનું સ્ટફિંગ મોટાં બન્સની અંદર મૂકવામાં આવ્યું છે. છ ઇંચ પહોંળા અને દસ ઇંચ ઊંચા બન્સની ઉપર સાચકલા સોનાની પરત ચડાવેલી છે જે એને એક્સક્લુઝિવ અને એક્સપેન્સિવ બનાવે છે.

આ પણ વાંચો : આ ટીનેજ ફૂલી ગયેલા પેટ સાથે ઉઠી અને પોણા કલાકમાં બાળકને જન્મ આપ્યો

આ રેસ્ટોરાંએ પોતાની સ્પેશ્યલ અને સિગ્નેચર આઇટમ તરીકે આ બર્ગર વેચવાનું શરૂ કર્યું છે જેની કિંમત ૭૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૬૩,૦૦૦ રૂપિયા છે. આ બર્ગર માટે પહેલેથી ઑર્ડર આપી દેવો પડે છે. આ રેકૉર્ડબ્રેક કિંમતનું બર્ગર જૂન મહિનાના અંત સુધી જ રેસ્ટોરાંના મેનુમાં અવેલેબલ છે.

japan tokyo offbeat news hatke news