ચીનમાં પુરુષ ન્યુઝરીડર પછી હવે મહિલા ન્યુઝરીડર રોબો પણ લૉન્ચ

24 February, 2019 08:53 AM IST  |  ચીન

ચીનમાં પુરુષ ન્યુઝરીડર પછી હવે મહિલા ન્યુઝરીડર રોબો પણ લૉન્ચ

મહિલા ન્યુઝરીડર રોબો

થોડાક સમય પહેલાં ચીને વિશ્વનો સૌપ્રથમ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતો પુરુષ ન્યુઝ-ઍન્કર રોબો તૈયાર કર્યો હતો. હવે મહિલા ન્યુઝરીડર રોબો પણ આવી ગયો છે. આ રોબોનું નામ છે શિન શાઓમેન્ગ. ચીનની સરકારી ન્યુઝ એજન્સી શિન્હુઆ પર શિને મંગળવારે પહેલી વાર સમાચાર વાંચ્યા હતા. સ્ક્રીન પર જ્યારે શિન ન્યુઝ વાંચતી હોય ત્યારે ખબર જ નથી પડતી કે આ સાચુકલી મહિલા નથી, પરંતુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી બનાવેલો હ્યુમનૉઇડ છે.

આ પણ વાંચો : 59 વર્ષના ભાઈના નાકમાં ઊગ્યો દાંત, સર્જરી કરીને કાઢવો પડ્યો

ગયા નવેમ્બરમાં શિન્હુઆએ પુરુષ ન્યુઝરીડર રોબો લૉન્ચ કર્યો હતો જે અત્યાર સુધીમાં ૧૦,૦૦૦ મિનિટમાં ૩૪૦૦ સમાચાર વાંચી ચૂક્યો છે. એવી સંભાવનાઓ જતાવાય છે કે જો આ પ્રïકારના રોબો સફળ થઈ ગયા તો ન્યુઝરીડર્સની નોકરી જોખમમાં મુકાઈ જશે.

china offbeat news hatke news