નેઇલ-પૉલિશની 11,027 બૉટલો એકઠી કરી છે આ બહેને

22 April, 2019 12:03 PM IST  | 

નેઇલ-પૉલિશની 11,027 બૉટલો એકઠી કરી છે આ બહેને

કૅરોલિનના ઘરમાં ૧૧,૦૨૭ બૉટલો નેઇલ-પેઇન્ટ

સ્ત્રીઓને સાજશણગારની જેટલી વસ્તુઓ વસાવી હોય એટલી ઓછી જ પડતી હોય છે. જોકે જર્મનીમાં રહેતાં ૩૯ વર્ષનાં કૅરોલિન ગોરા નામનાં બહેને નેઇલ-પેઇન્ટની બાબતમાં હદ જ વટાવી દીધી છે. હૅમબર્ગ શહેરમાં રહેતાં કૅરોલિનના ઘરમાં ૧૧,૦૨૭ બૉટલો નેઇલ-પેઇન્ટની છે. આ બૉટલ્સ તેમણે ૫૪ અલગ-અલગ દેશોમાંથી મેળવી છે. ૧૫ વર્ષની ઉંમરે પહેલી વાર તેમણે નેઇલ-પૉલિશની બૉટલ ખરીદી હતી અને એ પછી તેમને નેઇલ-પૉલિશ ખરીદવાનું અને સંઘરવાનું ગમવા લાગ્યું. તેણે પોતાની પહેલવહેલી નેઇલ-પૉલિશની બૉટલ પણ સાચવી રાખી છે. ધીમે-ધીમે કરતાં તેનું નેઇલ-પૉલિશનું કલેક્શન વિસ્તરવા લાગ્યું અને સંખ્યા પાંચ આંકડા સુધી પહોંચી ગઈ. આ બૉટલોની જાળવણી તેણે અદ્ભુત રીતે કરી છે.

આ પણ વાંચો : રોમૅન્ટિક પ્રી-વેડિંગ શૂટ માટે કપલ નાવડીમાં બેઠું, પણ પ્લાન ઊંધો પડ્યો

ઘરમાં એક રૂમની ત્રણ દીવાલો પર તેણે અભરાઈઓ બનાવી છે જ્યાં બધી જ બૉટલો હારબંધ રીતે ગોઠવી છે. થોડા સમય પહેલાં જર્મન રેકૉર્ડ ઇãન્સ્ટટuૂટે આ બહેનને સૌથી વધુ નેઇલ-પૉલિશ કલેક્શનના રેકૉર્ડનું સર્ટિફિકેટ આપ્યું છે. કૅરોલિનની ઇચ્છા હવે નેઇલ-પૉલિશ વન્ડરલૅન્ડ નામનું મ્યુઝિયમ શરૂ કરવાની છે.

germany offbeat news hatke news