વૉટરપાર્કના વેવ-પુલમાં સુનામી આવતાં 44 જણ ઘાયલ થયા

02 August, 2019 09:39 AM IST  |  ચીન

વૉટરપાર્કના વેવ-પુલમાં સુનામી આવતાં 44 જણ ઘાયલ થયા

વૉટરપાર્કના વેવ-પુલમાં સુનામી આવતાં 44 જણ ઘાયલ થયા

કોઈ પણ વૉટરપાર્કનું સૌથી મોટું આકર્ષણ વેવ-પુલ હોય છે. સાહસ અને હિંમતની કસોટી થાય એવી વૉટર-રાઇડમાં જતા ડરતા લોકો પણ કલાકો સુધી આ વેવપુલમાં ભેંસની જેમ પડ્યાપાથર્યા રહી શકે છે. વેવ-પુલમાં મશીન દ્વારા પૂરા કન્ટ્રોલ સાથે દરિયાના મોજાં જેવો ઉછાળ આવતો હોય છે. જોકે ઉત્તરીય ચીનમાં એક વૉટરપાર્કમાં વેવ-મશીનમાં અચાનક ગરબડ થતાં પાણીમાં એટલું મોટું મોજું બન્યું કે જાણે મિની સુનામી આવી હોય એમ લોકો એ મોજાં સાથે ઊછળ્યા.

રવિવારે શુઇયુન વૉટર પાર્કમાં બનેલી આ ઘટનામાં વેવ મશીન બરાબર કામ નહોતી કરી રહી. સામાન્ય રીતે વેવ પુલમાં મોજાં ઊંચાં થવા લાગે એટલે લોકો મસ્તીની ચિચિયારીઓ પાડવા લાગે. જોકે એક તબક્કે ઊંચાં મોજાંની ઊંચાઈ એટલી વધી ગઈ કે લોકો એ વેવની સાથે ઉછળીને ખાસ્સે દૂર સુધી જઈ પટકાયાં. એ વેવ પછી તરત જ વેવ-મશીન બંધ કરી દેવામાં આવ્યું, પણ એ પહેલાં ઘણા લોકો ઇન્જર્ડ થઈ ચૂક્યા હતા.

આ પણ વાંચો : રિલેક્સેશનનો નવો કીમિયો : ગાયોને ગળે મળીને સ્ટ્રેસ ઘટાડો

બાળકો અને વૃદ્ધોમાં અફરાતફરી મચી ગઈ. કેટલાક લોકો સમયસૂચકતા વાપરીને પુલની બાજુના ફૂટપાથ પર કૂદીને જતા રહ્યા. જોકે દૂર ફંગોળાયેલા લોકોને હાથ-પગમાં ઈજા થઈ ગઈ. કુલ ૪૪ જણને નાની-મોટી ઇન્જરી થઈ હોવાનો રિપોર્ટ નોંધાયો છે. અત્યારે તો જ્યાં સુધી આ ઘટનાની તપાસ પૂરી ન થાય ત્યાં સુધક્ષ વૉટર પાર્ક જ બંધ કરી દેવામાં આવ્યો છે.

china offbeat news hatke news