આ ઍથ્લીટે 22 મહિનામાં દરેક દેશમાં એક મૅરથૉન દોડવાનો બનાવ્યો રેકૉર્ડ

12 November, 2019 09:57 AM IST  | 

આ ઍથ્લીટે 22 મહિનામાં દરેક દેશમાં એક મૅરથૉન દોડવાનો બનાવ્યો રેકૉર્ડ

આ ઍથ્લીટે મૅરથૉન દોડવાનો બનાવ્યો રેકૉર્ડ

બ્રિટનમાં બૅન્કર તરીકે જૉબ કરતા ૩૦ વર્ષના નિક બલટર નામના ઍથ્લીટે છેલ્લા બાવીસ મહિનામાં દુનિયાભરમાં દોડ લગાવીને વિશ્વવિક્રમ સરજ્યો છે. નિકે ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં આ પ્રોજેક્ટ હાથ ધર્યો અને એ માટે બૅન્કની ધીકતી નોકરી છોડી દીધી હતી. એ પછી તેણે પૃથ્વીના સાતેય ખંડોમાં આવેલા તમામ દેશોમાં મૅરથૉન દોડવાનું બીડું ઝડપ્યું હતું. આ સાત ખંડોમાં સહારાનું ધગધગતું રણ પણ આવી ગયું અને ઍન્ટાર્કટિકાની બર્ફીલી પહાડીઓ પણ આવી ગઈ. બાવીસ મહિના એટલે કે કુલ ૯૬ વીકમાં તેણે બે કામ કર્યાં. એક નવા દેશમાં જવાનું અને ત્યાં જઈને મૅરથૉન એટલે કે ૪૨ કિલોમીટરની દોડ લગાવવાની. એક વીકમાં તે લિટરલી ત્રણ દેશોમાં ટ્રાવેલ કરતો અને ત્યાં મૅરથૉન દોડતો પણ ખરો. આ દરમ્યાન તેણે પહેરેલા ગૅજેટ્સના આંકડા મુજબ ૬૭૫ દિવસમાં તેણે ૧૫ લાખ કૅલરી બાળી હતી અને ૫૧ લાખ ડગલાં માંડ્યા હતા. છેક છેલ્લી મૅરથૉન તેણે ગ્રીસના ઍથેન્સમાં દોડી હતી.

આ પણ વાંચો : વિશ્વના સૌથી ઝેરી સાંપ, ડંખ્યા વગર જ આપી શકે છે મૃત્યુદંડ

આ સમગ્ર કામ તેણે બ્રિટનના પ્રોસ્ટેસ્ટ કૅન્સરના દરદીઓ માટે ભંડોળ એકત્ર કરવા માટે કરી હતી. આ દરમ્યાન તેણે અઢી લાખ પાઉન્ડ એટલે કે લગભગ ૨.૩૦ કરોડ રૂપિયા ભેગા કર્યા છે. વિશ્વના ૧૯૬ દેશોમાં મૅરથૉન દોડવાનું ભગીરથ કાર્ય જસ્ટ બાવીસ મહિનામાં પૂરું કરવાનો તેણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પણ બનાવ્યો છે.

offbeat news hatke news