યુદ્ધમાં પગ ગુમાવી ચૂકેલા સૈનિકે ૫૦૫ કિલો વજન ઉઠાવીને બનાવ્યો રેકૉર્ડ

23 May, 2019 12:21 PM IST  |  બ્રિટન

યુદ્ધમાં પગ ગુમાવી ચૂકેલા સૈનિકે ૫૦૫ કિલો વજન ઉઠાવીને બનાવ્યો રેકૉર્ડ

વજન ઉઠાવીને બનાવ્યો રેકૉર્ડ

બ્રિટનના ભૂતપૂર્વ સૈનિક માર્ટિન ટૉયે એક સમયે બ્રિટિશ આર્મીમાં સક્રિય હતા. ઇરાક, અફઘાનિસ્તાન, લેબનન અને સાઇપ્રસમાં ફરજ બજાવી ચૂકેલા માર્ટિનના જીવનમાં ૨૦૦૯ના ઑગસ્ટ મહિનામાં ટર્નિંગ પૉઇન્ટ આવ્યો. તે એ વખતે અફઘાનિસ્તામાં ફરજ બજાવી રહ્યો હતો. કાબુલમાં એક બૉમ્બરે તેની પર અચાનક હુમલો કરતાં માર્ટિન ભયંકર જખમી થયો. તેનો જીવ બચી ગયો પણ એક પગ ગુમાવવો પડ્યો. પગ ગુમાવ્યા પછી માર્ટિનને લાગતું હતું કે શારીરિક અક્ષમતા પછીયે માણસ કમજોર નથી પડતો એ સાબિત કરવું જરૂરી છે. થોડા દિવસ પહેલાં ઇંગ્લૅન્ડના બ્રાક્સલ ગામમાં આયોજિત ઇવેન્ટમાં માર્ટિને બેઠા-બેઠા વજન ઊંચકવાનો પ્રયાસ કર્યો. ૫૦૫ કિલો વજન ઊંચકીને તેણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાના નામે વિક્રમ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો : સક્રિય જ્વાળામુખી પાસે પહોંચીને પ્રપોઝ કર્યું, ‘ક્યા મુઝસે શાદી કરોગી?’

offbeat news