ચીનના આ સાઇલન્ટ કૅફેમાં ઇશારાથી જ ઑર્ડર પ્લેસ કરવો પડે છે

02 June, 2019 09:57 AM IST  |  ચીન

ચીનના આ સાઇલન્ટ કૅફેમાં ઇશારાથી જ ઑર્ડર પ્લેસ કરવો પડે છે

સાઇલન્ટ કૅફે

આમ તો ફૂડ ચેઇન સ્ટારબક્સનાં વિશ્વભરમાં ૩૮૦૦થી વધુ આઉટલેટ્સ છે. જોકે ચીનના ગ્વાંગઝુમાં ખોલવામાં આવેલા સ્ટારબક્સના આઉટલેટને સાઇલન્ટ કૅફે તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલાં ૨૦૧૬માં મલેશિયામાં અને ૨૦૧૮માં વૉશિંગ્ટન ડીસીમાં પણ આવી સાઇલન્ટ કૅફે ખૂલી છે અને લોકોએ એની ઘણી સરાહના કરી છે. અહીં કામ કરતા ૩૦માંથી ૧૪ કર્મચારીઓ બોલી કે સાંભળી શકતા નથી એટલે અહીં ઑર્ડર લખાવવો હોય તો ઇશારા દ્વારા જ આપવો પડે છે.

લોકો બોલી-સાંભળી ન શકતા લોકોને કામ મળે અને તેમની સાથે કમ્યુનિકેટ કઈ રીતે કરવું એ સામાન્ય લોકોને આવડે એ માટે આવી ખાસ કૅફે ખોલવામાં આવી છે. સાઇલન્ટ કૅફેનું ઇન્ટીરિયર પણ વિશિષ્ટ છે. દીવાલો પર સાંકેતિક ભાષાનાં ચિહનો અને ઇન્ડિકેટર મૂકવામાં આવ્યાં છે જેથી લોકો એનો મતલબ સમજી શકે.

આ પણ વાંચો : ડિઝાઇનર સિગ્નેચર ક્રીએટ કરી આપવાનો ધમધોકાર બિઝનેસ

ફૂડ ઑર્ડર કરતી વખતે કોઈ ગરબડ ન થાય એ માટે દરેક ફૂડ-આઇટમને એક નંબર આપી દેવામાં આવ્યો છે જેથી ગ્રાહકો બોલ્યા વિના માત્ર નંબર દ્વારા ઑર્ડર પ્લેસ કરી દઈ શકે છે. એ સિવાય ખાસ કોઈ સૂચના આપવી હોય તો નોટ-પૅડમાં લખીને અથવા તો ડિજિટલ કમ્યુનિકેશન દ્વારા કહી શકાય છે.

china offbeat news hatke news