5000 કિમીની દુનિયાની સૌથી લાંબી રેસમાં દોડવીરો 20 જોડી જૂતાં બદલે છે

24 June, 2019 10:32 AM IST  |  ન્યુ યૉર્ક

5000 કિમીની દુનિયાની સૌથી લાંબી રેસમાં દોડવીરો 20 જોડી જૂતાં બદલે છે

દુનિયાની સૌથી લાંબી રેસમાં દોડવીરો 20 જોડી જૂતાં બદલે છે

ન્યુ યૉર્કમાં દર વર્ષે ૫૦૦૦ કિલોમીટરની એક રેસ યોજાય છે જેનું નામ છે શ્રી ચિન્મય સેલ્ફ-ટ્રાન્સેન્ડેન્ટ. તમારી પોતાની ક્ષમતાઓને વિસ્તારવાનો અને વધુ બહેતર બનાવવાનો આ અવસર ગણાય છે. દોડવીરોએ બાવન દિવસમાં આ રેસ પૂરી કરવાની હોય છે. પહેલો કે ‌બીજો નંબર મહત્ત્વનો નથી, પણ આ આકરી કસોટી પાર કરવી એ જ સૌથી મહત્ત્વની બાબત છે. રેસ દરમ્યાન આખો દિવસ વ્યક્તિએ દોડ્યા જ કરવાનું હોય છે. આરામ કરવા તેમ જ દૈનિક કાર્યો પતાવવા માટે રોજના ૬ કલાક આપવામાં આવે છે. આ રેસ એટલી આકરી હોય છે કે એમાં ભાગ લેવાનું ગજું કેળવવા માટે પણ આકરી શારીરિક કસોટીમાંથી પસાર થવું પડે છે. ભાગ લીધા પછી પણ તમે પાર કરી શકો એવી સંભાવના બહુ પાતળી છે. બાવીસ વર્ષથી આ રેસ ચાલે છે અને એમાં ૪૦૦૦થી વધુ દોડવીરો ભાગ લઈ ચૂક્યા છે, પણ હજી સુધી માત્ર ૪૩ લોકો જ એ પાર કરી શક્યા છે. ૧૯૯૭માં ભારતના આધ્યાત્મિક ગુરુ શ્રી ચિન્મયાનંદજીએ આ રેસનો પ્રારંભ કર્યો હતો. 

દોડવીરોએ રોજ લગભગ ૯૬ કિલોમીટર દોડવું કે ચાલવું પડે છે. જો એક દિવસ વધુ આરામ લે તો બીજા દિવસે એની ભરપાઈ માટે વધુ મહેનત કરવી પડે છે. સવારે ૬થી લઈને રાતે ૧૨ વાગ્યા સુધી દોડી શકે છે. ૨૦૧૫માં ફિનલૅન્ડના પોસ્ટમૅન એ. અલ્ટોએ આ રેસ ૪૦ દિવસ ૯ કલાક અને ૬ મિનિટમાં પૂરી કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. તેમણે દરરોજ ૧૨૪ કિલોમીટર રનિંગ કર્યું હતું. કહેવાય છે કે રોજેરોજ આટલા કિલોમીટર દોડ્યા કરવાથી ભલભલા સ્પોર્ટ્‍સ શૂઝ પણ જવાબ દઈ દે છે અને એક રેસ પૂરી કરવા માટે લગભગ ૨૦ જોડી શૂઝ વપરાય છે.

આ પણ વાંચો : આ ભારતીયે કેમ ડોનલ્ડ ટ્રમ્પના જન્મદિવસે 6 ફુટનું પૂતળું બનાવીને દૂધથી અભિષેક કર્યો?

ચિન્મયાનંદ ૧૯૬૦માં અમેરિકા ગયા હતા અને ત્યાં તેઓ લાંબી રેસની સાથે વેઇટલિફ્ટિંગ પર હાથ અજમાવતા હતા. પ્રાર્થના, ધ્યાન અને યોગ દ્વારા તેમણે પોતાને ખૂબ સશક્ત બનાવ્યા હતા.

new york offbeat news hatke news