સાઉથ કોરિયામાં બાળકો માટે કિડ્સ બ્યુટીપાર્લર અને સ્પા

24 February, 2019 09:00 AM IST  | 

સાઉથ કોરિયામાં બાળકો માટે કિડ્સ બ્યુટીપાર્લર અને સ્પા

કિડ્સ સ્પા

અહીં ચારથી દસ વર્ષનાં બાળકો પણ નિયમિત પાર્લર જઈને સ્પા, મસાજ, હેર-સ્પા, મેકઅપ વગેરે કરાવે છે. શુશુ ઍન્ડ સૅસી બ્યુટી સ્પા નામની કંપનીએ થોડાંક વષોર્ પહેલાં ટ્રાયલ રૂપે બાળકો માટે મેકઅપ પ્રોડક્ટ્સ અને સ્પા ટ્રીટમેન્ટ ઑફર કરવાની શરૂ કરી હતી. જોકે અખતરા રૂપે શરૂ થયેલી પ્રોડક્ટ્સની હવે બાળકોમાં જબરી ઘેલછા વધી છે.

કિડ્સ પાર્લર

અહીંની સાત-આઠ વર્ષની બાળકીઓ સ્કૂલે જતાં પહેલાં મેકઅપ કરે છે. સ્કૂલમાં, રમવા જતી વખતે અને પાર્ટીઝમાં જવાનું હોય ત્યારે કેવો મેકઅપ કરવાનો એવી ટ્રિક્સના વિડિયો બનાવીને યુટ્યુબ પર શૅર કરવા લાગી છે. પ્રાઇમરી સ્કૂલમાં જતી છોકરીઓએ કેવા પ્રકારનો મેકઅપ કરવો જોઈએ એનું ટ્યુટોરિયલ વિડિયોમાં અપાય છે. દક્ષિણ કોરિયામાં હવે તો બાળકોની કૉસ્મેટિકની દુનિયાને હવે કે-ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. વર્ષેદહાડે દસ વર્ષથી નાની વયનાં બાળકો વાપરી શકે એવી પ્રોડક્ટ્સ અને સર્વિસનું માર્કેટ ૯૦૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૬૪ અબજ રૂપિયા જેટલું છે.

આ પણ વાંચો : ચીનમાં પુરુષ ન્યુઝરીડર પછી હવે મહિલા ન્યુઝરીડર રોબો પણ લૉન્ચ

બાળકો માટે બ્યુટી પ્રોડક્ટ્સ બનાવતી કંપની શુશુ ઍન્ડ સૅસીનું કહેવું છે કે તેમણે પાણીમાં ભળી જતી નેઇલ પૉલિશ, નૉન-ટૉક્સિક લિપ કલર્સ, ફેન્સી ગર્લ સોપ, બકરીના દૂધમાંથી બનેલો શૅમ્પૂ જેવી અનેક પ્રોડક્ટ્સ બનાવી છે જેનું પૅકિંગ પણ બાળકોને આકર્ષે એવું હોય છે. સ્પામાં ફૂટ બાથ, મસાજ, ફેસમાસ્ક, મેકઅપ અને મૅનિક્યૉર અને પૅડિક્યૉર જેવી સેવાઓ અપાય છે.

offbeat news hatke news south korea