પોલીસથી બચવા માટે ચોર બાવીસમા માળની બારીએ લટકી ગયો

09 April, 2019 09:03 AM IST  |  ચીન

પોલીસથી બચવા માટે ચોર બાવીસમા માળની બારીએ લટકી ગયો

ચોર પોલીસથી બચવા બાવીસમા માળની બારીએ લટકી ગયો

દક્ષિણ ચીનના હુનાન પ્રાંતના યિયાન્ગ શહેરની એક દુકાનની ચોરી થઈ. એ દુકાન અને એની આસપાસમાં લાગેલા કૅમેરાની મદદથી પોલીસે ચોરને ઓળખી કાઢ્યો. પોલીસ જ્યારે તેના ઘરમાં પકડવા આવી ત્યારે તેણે ત્યાંથી છટકવાની કોશિશ કરી. જોકે તેનું ઘર એક અપાર્ટમેન્ટના બાવીસમા માળે હતું. પોલીસથી બચવા માટે ભાઈસાહેબ બારી ખોલીને બહાર નીકળી ગયા. તેને હતું કે તે એક-બે માળ આઘોપાછો ઊતરી જશે તો વાંધો નહીં આવે. જોકે તેના ધાર્યા મુજબ થયું નહીં. બારીની આસપાસમાં પકડીને લટકી શકાય એવો કોઈ સ્કોપ નહોતો. ધીમે-ધીમે તેની પકડ ઢીલી થઈ જતી હતી એટલે ડરના માર્યા તેણે રોવાનું શરૂ કરી દીધું.

આ પણ વાંચો : છેલ્લી મૅચને યાદગાર બનાવવા ફુટબૉલરે હેલિકૉપ્ટરથી પોતાનું અપહરણ કરાવ્યું

પોલીસને ખબર પડી ગઈ. પોલીસે તેને કહ્યું કે જો તું સરેન્ડર નહીં કરે તો જીવ ગુમાવી બેસીશ એના કરતાં શરણાગતિ સ્વીકારી લઈશ તો સજા થશે પણ જીવ બચી શકશે. આખરે ચોરભાઈ માન્યા અને પોલીસે તેને બાવીસમા માળેથી હેમખેમ અંદર પાછો લીધો.

china offbeat news hatke news