1 મિનિટમાં 43 માર્શમેલોની કૅન્ડી ચૉપસ્ટિક્સથી કૅચ કરવાનો રેકૉર્ડ

25 February, 2019 09:17 AM IST  |  જાપાન

1 મિનિટમાં 43 માર્શમેલોની કૅન્ડી ચૉપસ્ટિક્સથી કૅચ કરવાનો રેકૉર્ડ

1 મિનિટમાં આ બેલડીએ ૪૩ કૅન્ડીઓ કૅચ કરીને નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવી દીધો

જોકે જેમને બે સળીઓ વાપરવામાં હથોટી આવી ગઈ હોય તેમના માટે આ કામ સરળ બની શકે છે. જપાનના નોબુયુકી સુઝુકી અને માસાયાસુ યાગી નામના થિયેટર આર્ટિસ્ટોએ એક ટીવી ચૅનલ માટે રેકૉર્ડ બનાવવાનો પ્રયોગ કયોર્ હતો. આ બેલડીએ થોડા દિવસો પહેલાં ટોક્યોમાં આ રેકૉર્ડ તોડી પણ નાખ્યો. ચોક્કસ અંતરેથી માસાયાસુએ માર્શમેલો કૅન્ડી ફેંકી અને નોબુયુકીએ ચૉપસ્ટિ્સ વડે એ ઝીલી. માર્શમેલો એટલે શુગરમાંથી બનેલી સૉફ્ટ કૅન્ડી જેવી સ્વીટ.

આ પણ વાંચો : સોનાથી મઢેલુ ડોનટ કોને ખાવું છે, તો આટલા રૂપિયા ખર્ચવા પડશે

આ સ્વીટ સિલિન્ડર જેવા શેપની હોવાથી એ ચૉપસ્ટિક્સમાંથી સરકી જવાની સંભાવના રહે છે એમ છતાં ૧ મિનિટમાં આ બેલડીએ ૪૩ કૅન્ડીઓ કૅચ કરીને નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવી દીધો. આ ઇવેન્ટનો વિડિયો પણ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડની યુટ્યુબ ચૅનલ પર મુકાયો છે.

japan offbeat news hatke news