14.77 સેકન્ડમાં 200 ફુગ્ગા ફોડવાનો રેકૉર્ડ

27 May, 2019 10:02 AM IST  |  અમેરિકા

14.77 સેકન્ડમાં 200 ફુગ્ગા ફોડવાનો રેકૉર્ડ

14.77 સેકન્ડમાં 200 ફુગ્ગા ફોડવાનો રેકૉર્ડ

આપણે જો જીવનમાં એકાદ પણ વિશ્વવિક્રમ બનાવી દઈએ તો કૉલર ટાઇટ કરતા ફરીએ, પણ અમેરિકાના ડેવિડ રશ નામના ભાઈને વર્લ્ડ રેકૉર્ડ‍્સ બનાવવાનું વળગણ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ભાઈએ ૧૦૦થી વધુ વાર ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સમાં નામ નોંધાવી લીધું છે. ટૂથપિકની મદદથી સૌથી વધુ મકાઈના દાણા ખાવા જેવી ફાલતુ લાગે એવી વાતમાં પણ તેમને કોઈ પહોંચી શકે એમ નથી એવું તેમણે સાબિત કરી દીધું છે. તાજેતરમાં ડેવિડે ૨૦૦ બલૂન્સ ફોડવાનો રેકૉર્ડ તોડવાનો પ્રયત્ન કરેલો. આ પહેલાં ૨૦૧૪માં ન્યુ યૉર્કના આશ્રિત ફરમન નામના ભાઈએ ૩૩.૭૪ સેકન્ડમાં ૨૦૦ બલૂન્સ ખીલાથી ફોડ્યા હતા.

આ પણ વાંચો : આ ટીનેજરે કબાડીમાંથી બનાવી દીધી લક્ઝુરિયસ બોટ

જોકે નોક્સવિલમાં ડેવિડ રશે કરેલા પ્રયત્નમાં તેણે ૨૦૦ બલૂન્સનો ટાર્ગેટ જસ્ટ ૧૪.૭૭ સેકન્ડમાં અચીવ કરી લીધો હતો અને વધુ એક વિક્રમ પોતાના નામે કરી લીધો હતો.

offbeat news hatke news