દર વર્ષે અહીં યોજાય છે ખુરસી-રેસ, વિનરને મળ્યા 90 કિલો ચોખા

13 June, 2019 11:37 AM IST  |  જપાન

દર વર્ષે અહીં યોજાય છે ખુરસી-રેસ, વિનરને મળ્યા 90 કિલો ચોખા

ખુરસી-રેસ

બાઇક-રેસ, કાર-રેસ, હૉર્સ-રેસ અને સાઇકલ-રેસ તો દુનિયામાં ઠેકઠેકાણે થતી હશે, પરંતુ જપાનના ક્યોતો શહેરમાં ખુરસી-રેસ યોજાય છે. ૨૦૦૯ની સાલથી અહીં દર વર્ષે આ હટકે રેસ થાય છે અને એમાં સેંકડો લોકો ભાગ લેવા ઊમટે છે અને જોવા માટે તો હજારોની મેદની એકત્રિત થઈ જાય છે. આ રેસના આયોજનનો આઇડિયા તહારા નામના એક નવયુવાનનો છે. ટ્રાઇસિકલ-રેસ પરથી તેને આ વિચાર આવ્યો હતો.

આ પણ વાંચો : આ જેલમાં કેદીઓ જ બને છે રેડિયો-જૉકી

તેણે પોતાની ઑફિસમાં ચૅર-રેસ યોજી હતી જે સફળ થતાં કંપનીને આ ઇવેન્ટ માટે સ્પૉન્સર્સ પણ મળવા લાગ્યા. ખુરસીની રેસ ૨૦૦ મીટરની હોય છે. આ વર્ષે એમાં પંચાવન ટીમે ભાગ લીધો હતો. વિજેતા ટીમને ઇનામમાં મળ્યા હતા ૯૦ કિલો ચોખા.

japan offbeat news hatke news