પ્લાસ્ટિકના કચરામાંથી બન્યો છે વિશ્વનો સૌથી મોટો પ્લાસ્ટિક-વેસ્ટ ચરખો

03 October, 2019 10:20 AM IST  |  નોઈડા

પ્લાસ્ટિકના કચરામાંથી બન્યો છે વિશ્વનો સૌથી મોટો પ્લાસ્ટિક-વેસ્ટ ચરખો

વિશ્વનો સૌથી મોટો પ્લાસ્ટિક-વેસ્ટ ચરખો

ગઈ કાલે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી દેશભરમાં નોખી-અનોખી રીતે ઉજવણી થઈ. જોકે ઉત્તર પ્રદેશના નોઇડામાં ગયા અઠવાડિયે એક ગાંધીજીના મનગમતા ચરખાનું એક એવું જાયન્ટ પ્રતીક બનાવવામાં આવ્યું હતું જે એક તરફ પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશો પણ આપે છે અને સાથે પ્લાસ્ટિકના કચરામાંથી બનેલો સૌથી જાયન્ટ ચરખો હોવાનો દાવો પણ કરે છે.

આ પણ વાંચો : બકરીના મૃત્યુથી કોલસા કંપનીને થયું અઢી કરોડનું નુકસાન

નોઇડામાં ૧૪ ફુટ લાંબો અને ૮ ફુટ પહોળો ચરખો બનાવવામાં આવ્યો છે જે ૧૬૫૦ કિલો પ્લાસ્ટિકના કચરામાંથી બન્યો છે અને સેક્ટર ૯૪માં મહામાયા ફ્લાયઓવર પાસે મૂકેલો છે. આ ચરખાનું ગઈ કાલે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ‌ઇરાનીએ લોકાર્પણ કર્યું હતું. આ દેશનો વિશ્વનો સૌથી મોટો પ્લાસ્ટિકમાંથી બનેલો ચરખો છે. 

noida offbeat news hatke news