બચ્ચાને બચાવવા સાપ સાથે ભીડી ગઈ ઉંદરડી

02 June, 2020 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બચ્ચાને બચાવવા સાપ સાથે ભીડી ગઈ ઉંદરડી

સાપ અને ઉંદરની લડાઈ

સોશ્યલ મીડિયા પર સાપ અને ઉંદરનો એક વિડિયો વાઇરલ થયો છે. એમાં ઉંદરના બચ્ચા પર હુમલો કરવા જઈ રહેલા એક સાપને બીજો ઉંદર પકડે છે. બચ્ચાને મોંમાં દબાવીને સાપ ત્યાંથી ભાગવાની પેરવીમાં છે, પણ બચ્ચાની મા એ સમયે ત્યાં જ હોય છે. તે તરત જ સાપને પૂંછડીથી પકડી રાખે છે. તેની પકડ એટલી મજબૂત છે કે સાપ ત્યાંથી ટસનો મસ નથી થઈ શકતો. સ્વાભાવિક છે કે આવી લડાઈમાં કોણ જીતે? બળવાન હોય એ જને? જોકે અહીં બળની સામે માતૃત્વ જીતી જાય છે. વારંવાર પૂંછડી પર બટકું ભરીને સાપને પાછળ ખેંચી રહેલી ઉંદરડીથી ડરીને સાપ બચ્ચાને ત્યાં જ પડતું મૂકીને નાસી છૂટે છે.

offbeat news hatke news national news