જન્મથી જ હાથ નથી એવી મહિલાએ મેળવ્યું પ્લેન ઉડાડવાનું લાઇસન્સ

21 May, 2019 10:42 AM IST  |  વૉશિંગ્ટન

જન્મથી જ હાથ નથી એવી મહિલાએ મેળવ્યું પ્લેન ઉડાડવાનું લાઇસન્સ

જેસિકા કૉક્સ

અમેરિકાના એરિઝોના રાજ્યમાં રહેતી જેસિકા કૉક્સ નામની મહિલાને જન્મથી જ હાથ નથી, પણ તેણે અત્યાર સુધીમાં એવાં-એવાં કામ કરી લીધાં છે જે કદાચ બહુ ઓછા બે હાથવાળાઓએ કર્યાં હશે. જેસિકા નૉર્મલ પ્રેગ્નન્સી અને ડિલિવરીથી જન્મી હતી. જોકે એમ છતાં જ્યારે તે માતાના ગર્ભમાંથી બહાર આવી ત્યાં સુધી તેના હાથ ન વિકસ્યા હોવાની ડૉક્ટરોને ખબર નહોતી પડી. જોકે હાથ વિનાની આ બાળકીએ કદી કોઈને ખબર નથી પડવા દીધી કે તેને બે હાથ નથી અને એટલે તેણે એકેય કામ માટે સપોર્ટ લીધો નથી. બે પગનો ઉપયોગ કરીને તે રોજિંદાં તમામ કામ કરતાં શીખી ગયેલી.

૩૬ વર્ષની જેસિકા પોતાની હિંમત ટકી રહી એ માટેનો પૂરો શ્રેય પેરન્ટ્સને આપે છે. તેણે નાની વયે પ્રોસ્થેટિક એટલે કે કૃત્રિમ હાથ લગાવી લીધા હતા અને એની મદદથી તે બધું જ શીખી જે બે નૉર્મલ હાથવાળા લોકો કરી શકે છે. સ્વિમિંગ, મૉડલિંગ અને ડાન્સિંગ પણ તે અફલાતૂન રીતે કરી શકે છે. તાઇ ક્વૉન ડો માર્શલ આર્ટમાં તેણે બ્લૅક બેલ્ટ મેળવ્યો છે. સ્કૂબા ડાઇવરમાં માસ્ટર છે અને સર્ટિફિકેટ મેળવી ચૂકી છે. કુદરતી હાથ વિના તેણે આ બધું કઈ રીતે હાંસલ કર્યું એ વાત દુનિયાભરના લોકો માટે બહુ પ્રેરણાદાયી છે એટલે તે મોટિવેશનલ સ્પીકર તરીકે પણ લગભગ ૨૦ દેશોમાં ફરી ચૂકી છે. હવે તો સર્ટિફાઇડ પાઇલટની ઉપાધિ પ્રાપ્ત કરીને તે હાથ વિનાની પહેલી પાઇલટ બની ગઈ છે. વિમાન ઉડાડતાં શીખવાનું મન કેવી રીતે થયું એ પણ ખાસ્સું રસપ્રદ છે.

આ પણ વાંચો : આ કેરી છે ખાસ: 1 ફળની કિંમત 500 રૂપિયા

જેસિકા બાળપણમાં પ્લેનમાં સફર કરતી ત્યારે તેને બહુ ડર લાગતો. તે બે હાથ જોડીને પ્રાર્થના કર્યા કરતી. જોકે એક વાર એક પાઇલટે તેને ડરતી જોઈને કૉકપિટમાં બોલાવી અને પાસે બેસાડીને પ્લેન કઈ રીતે ઊડે છે એ દેખાડ્યું. એ ક્ષણે તેના મનમાં પ્લેન ઉડાડતાં શીખવાની ઇચ્છા જાગેલી. ૨૦૦૫માં તેણે યુનિવર્સિટી ઑફ એરિઝોનામાં ગ્રૅજ્યુએશન કરીને પાઇલટની ટ્રેઇનિંગ શરૂ કરી. અનેક મુશ્કેલીઓ બાદ તે ટ્રેઇન્ડ પા‌ઇલટ બની ચૂકી છે. ફેડરલ એવિયેશન ઍડમિનિસ્ટ્રેશને તેને લાઇટ સ્પોર્ટ્સ ઍરક્રાફ્ટ ઉડાડવાની અનુમતિ આપી છે. 

washington offbeat news hatke news