આ ભાઈએ સાવજ પાળ્યો છે અને એની પાછળ ખર્ચે છે મહિને બે લાખ રૂપિયા

30 May, 2019 09:51 AM IST  |  પાકિસ્તાન

આ ભાઈએ સાવજ પાળ્યો છે અને એની પાછળ ખર્ચે છે મહિને બે લાખ રૂપિયા

આ ભાઈએ બે સિંહ પાળ્યા

થોડાક વખત પહેલાં પાકિસ્તાનમાં બે ભાઈઓએ ટચૂકડા ફ્લૅટના ઘરમાં બે સિંહ પાળ્યા હોવાના સમાચાર હતા. આવા જ સમાચાર ફરીથી પાકિસ્તાનના મુલતાન શહેરથી આવ્યા છે.

ઝુલ્કેફ નામના ૩૩ વર્ષના અમીરજાદા યુવાને પોતાના વિશાળ બંગલામાં એક સિંહને પાળતુ બનાવીને રાખ્યો છે. સિંહભાઈનું નામ છે બબ્બર.

ઝુલ્કેફના ઘરમાં સિંહને રહેવા માટે અલાયદો રૂમ છે. એમાં તેના માટે વિશાળ ડબલબેડ અને ગરમી ન લાગે એ માટે એસી પણ છે. જોકે બબ્બર શેરને કદી સાંકળથી બાંધવામાં નથી આવતો. ભાઈસાહેબ આખા ઘરમાં છુટા ફરતા હોય છે.

આ પણ વાંચો : જયપુરની આ હૉસ્પિટલમાં રોગોનું નિદાન કરવા કુંડળી જોવામાં આવે છે

ઝુલ્કેફ એક રેસ્ટોરાંનો માલિક છે અને તેને બે વર્ષનો દીકરો છે. નાનકડો દીકરો પણ આ સિંહની સાથે જાણે ડૉગી સાથે રમતો હોય એટલી સહજતાથી રમે છે. હજી છ મહિના પહેલાં જ આ સિંહને પાળવામાં આવ્યો છે અને ઝુલ્કેફના કહેવા મુજબ સિંહ ઘરના જ સભ્યની જેમ પરિવારનો ભાગ બની ગયો છે. એને સાચવવા માટે ઝુલ્કેફ કોઈનીયે મદદ નથી લેતો. એને પાળતુ પ્રાણીની જેમ રહેવાની તાલીમ આપવામાં આવે છે અને ઝુલ્કેફ એને પોતાના હાથે માંસના ટુકડા ખવડાવે છે.

offbeat news hatke news pakistan