છેલ્લી મૅચને યાદગાર બનાવવા ફુટબૉલરે હેલિકૉપ્ટરથી પોતાનું અપહરણ કરાવ્યું

08 April, 2019 09:27 AM IST  |  ઇટલી

છેલ્લી મૅચને યાદગાર બનાવવા ફુટબૉલરે હેલિકૉપ્ટરથી પોતાનું અપહરણ કરાવ્યું

હેલિકૉપ્ટરથી પોતાનું અપહરણ કરાવ્યું

કોઈ ખેલાડી રિટાયર થઈ રહ્યો હોય અને પોતાની કરીઅરની છેલ્લી પ્રોફેશનલ મૅચ રમી રહ્યો હોય ત્યારે એને યાદગાર બનાવવા માટે તેની આખી ટીમ મચી પડે છે. જોકે ઇગ્નાજિયો બારબાગલો નામના ઇટલીના ફુટબૉલરે રિટાયરમેન્ટ મૅચને મેમોરેબલ બનાવવા માટે પોતાનું જ અપહરણ કરાવી લીધું. એ પણ કોઈ કાર કે બાઇકરો દ્વારા નહીં, પણ હેલિકૉપ્ટરની મદદથી.

વિયાગ્રાન્ડ અને નેબાર્ડી શહેરોની વચ્ચે થર્ડ કૅટેગરી ફુટબૉલ ચૅમ્પિયનશિપની મૅચ ચાલી રહી હતી ત્યારે અચાનક એક હેલિકૉપ્ટર મેદાનમાં ધૂળ ઉડાડતું નીચે આવ્યું. મેદાનમાં જ હેલિકૉપ્ટર લૅન્ડ થયું. બધા ખેલાડીઓ ધૂળની ડમરીથી બચવા અહીંતહીં ભાગવા લાગ્યા. એ દરમ્યાન હેલિકૉપ્ટરમાંથી ત્રણ બુકાનીધારી બદમાશો ઉતર્યા. હાથમાં બંદૂક લઈને ત્રણેય જણા ઇગ્નાજિયો બારબાગલો પાસે પહોંચ્યા. તેને ખેંચીને હેલિકૉપ્ટરમાં બેસાડી દીધો અને હેલિકૉપ્ટર ઊપડી પણ ગયું. આ બધું દર્શકો મોં ફાડીને જોતા રહ્યા. મેદાનમાં હજારો લોકોની વચ્ચે અપહરણ થયું એ જાણીને બધા અચંબિત હતા ત્યારે પાછળથી જાહેર કરવામાં આવ્યું કે આ તો ખુદ ખેલાડીએ જ પ્લાન કરેલું હતું જેથી તે પોતાની છેલ્લી મૅચ યાદગાર બનાવી શકે.

આ પણ વાંચો : વિશ્વનું સૌથી મોંઘું બર્ગર વેચાય છે જપાનમાં, કિંમત છે 63,000 રૂપિયા

જોકે સિસિલી ફુટબૉલ ઑથોરિટીને આ મજાક ગમી નહીં. તેમણે વિયાગ્રાન્ડની ટીમને ૧૫,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો અને ૩૧ મે સુધી કોઈ પણ મૅચ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો.

italy offbeat news hatke news