ખાડાળા રસ્તા પર કલાકારે કર્યું અવકાશયાત્રી જેવા કૉસ્ચ્યુમ સાથે મૂનવૉક

04 September, 2019 03:00 PM IST  |  બૅન્ગલોર

ખાડાળા રસ્તા પર કલાકારે કર્યું અવકાશયાત્રી જેવા કૉસ્ચ્યુમ સાથે મૂનવૉક

મૂનવૉક

મુંબઈની જેમ બૅન્ગલોરમાં પણ રોડ પર વરસાદ દરમ્યાન ખાડા પડી જવાની સમસ્યા છે. જોકે ત્યાંના લોકો પૉટહોલ્સ સામે બહુ ક્રીએટિવ રીતે વિરોધ નોંધાવે છે. ગયા વર્ષે કોઈક કલાકારે પાણીના ખાબોચિયામાં નકલી મગર તરતો મૂક્યો હતો. જોકે આ વખતે જાણીતા આર્ટિસ્ટ બાદલ નાનજુંદાસ્વામીએ ચંદ્રયાન-ટૂની થીમને અનુસરી છે. ખાડાને કારણે ઉબડખાબડ થઈ ગયેલા રોડ પર તેઓ અંતરીક્ષયાત્રી જેવો સ્પેસ સૂટ અને માથે હેલ્મેટ પહેરીને ઊભા થાય છે અને જાણે ચંદ્રની ધરતી પર બહુ સંભાળીને પગલું મૂકતા હોય એમ મૂનવૉક કરીને ચાલતા નજરે પડે છે.

આ પણ વાંચો : ત્રણ વર્ષથી આ ભાઈ ઘરની બહાર નીકળે કે તરત કાગડા હુમલો કરે છે

આ ભાઈસાહેબ હંમેશાં ક્રીએટિવ સ્ટાઇલમાં નાગરિકોની સમસ્યા પ્રત્યે સરકાર અને અધિકારીઓનું ધ્યાન દોરવા માટે જાણીતા છે. આ વિડિયો જોઈને એક યુઝરે લખ્યું હતું કે, ‘ખાડા એટલા મોટા છે કે ઇસરો એની પર અવકાશયાત્રીઓને ટ્રેઇનિંગ આપી શકે છે જેથી ચંદ્ર પર જવાનું એક વધુ સફળ મિશન થઈ શકે.’

bengaluru offbeat news hatke news