યુટ્યુબ પર મૅગી ખીરની રેસિપીએ મચાવ્યો હોબાળો

17 September, 2019 09:50 AM IST  | 

યુટ્યુબ પર મૅગી ખીરની રેસિપીએ મચાવ્યો હોબાળો

મૅગી ખીર

હાલમાં શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યા છે ત્યારે દર ત્રીજા-ચોથા ઘરે ખીર-પૂરી બનતાં હોય એવી સંભાવના વધારે છે. એવામાં યુટ્યુબ પર એક મહિલાએ એવી ફૅન્સી ખીર બનાવી છે કે સોશ્યલ મીડિયા પર હોબાળો મચી ગયો. મસાલેદાર મૅગીની રેસિપીને બદલે બહેને મીઠી મૅગી બનાવી છે અને એ પણ લિટરલી ખીરની જેમ જ. બે મિનિટમાં મૅગી નૂડલ્સ બને ન બને, પણ તમારી મીઠી મૅગી બની જશે એવો તેમનો દાવો છે. લગભગ અઢી મિનિટનો રેસિપીનો વિડિયો પણ છે. મૅગીને પકવવા માટે પાણીની જગ્યાએ દૂધ વાપર્યું છે અને મસાલાની જગ્યાએ ખાંડ. આ વિડિયોને જોતજોતામાં બે લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. મસાલેદાર મૅગીના ચાહકો આ નવતર પ્રયોગથી જબરા ચિડાયેલા છે.

આ પણ વાંચો : આ ટીનેજર પોતાના ભાઈને સ્કૂલમાં લેવા જતી વખતે રોજ ફૅન્સી કૉસ્ચ્યુમ પહેરે છે

તેમનું કહેવું છે કે આ રેસિપી જોયા પછી એક મહિના સુધી મૅગી ખાય નહીં શકાય. એક યુઝરે લખ્યું છે, ‘ક્રીએટિવિટીના નામે કંઈ પણ!’ જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે ‘સ્વીટ પસંદ કરનારાને કદાચ મીઠી મૅગી ભાવે પણ ખરી.’ આવા જ એક સ્વીટ-લવરે લખ્યું છે, ‘ટેસ્ટ કર્યા વિના કોઈ પણ ડિશને બેકાર ન કહી શકાય. બની શકે કે આ ડિશ ટેસ્ટમાં સારી હોય.’

offbeat news hatke news