આ હેલ્ધી ડૉગને મારી નાખવામાં આવ્યો, જાણો કેમ

27 May, 2019 09:33 AM IST  |  અમેરિકા

આ હેલ્ધી ડૉગને મારી નાખવામાં આવ્યો, જાણો કેમ

આ હેલ્ધી ડૉગ

પ્રાણીપ્રેમીઓને ઘૃણા પેદા થઈ જાય એવી ગોઝારી ઘટના અમેરિકાના વર્જિનિયા રાજ્યની ચેસ્ટરફીલ્ડ કાઉન્ટીમાં બની છે. એમા નામની શી-ત્ઝુ પ્રજાતિની આ ડૉગીએ તેની માલિકણના પાગલ પ્રેમને કારણે મોતને ઘાટ ઊતરવું પડ્યું હતું. વાત એમ હતી કે એમાને ઉછેરતી માલિકણ મરતાં પહેલાં પોતાના વિલમાં લખી ગયેલી કે તે જો મરી જાય તો તેની સાથે તેની સૌથી વહાલી ડૉગીને પણ સાથે દફનાવવામાં આવે. આ વાતની ખબર પડતાં ચેસ્ટરફીલ્ડ કાઉન્ટી ઍનિમલ શેલ્ટરવાળા આવીને એમાને લઈ ગયા. તેમને હતું કે આવી સુંદર ડૉગીને અડૉપ્ટ કરનારું બીજું કોઈ મળી જશે. જોકે તેની માલિકણનો પરિવાર આ બાબતે ઘાંઘો થઈ ગયેલો. થોડા દિવસ તો એમ જ જતા રહ્યા, પણ પછી માલિકણના પરિવારજનો શેલ્ટરહોમ પર આવ્યા અને કોઈ પણ ભોગે લઈ જઈને એને મારી નાખવા માગતા હતા, પણ શેલ્ટરવાળા કેમેય કન્વિન્સ ન થયા. વારંવાર રજૂઆત પછી પણ શેલ્ટરવાળા ન માન્યા ત્યારે પરિવારજનો તેને શેલ્ટરમાંથી છાનામાના ઉપાડી ગયા અને લોકલ પ્રાણીઓના ડૉક્ટરના ક્લિનિકમાં લઈ ગયા અને એને સ્વેચ્છામૃત્યુ માટે અપાતી દવાનું ઇન્જેક્શન આપીને હંમેશ માટે પોઢાડી દીધી. ત્યાર બાદ ફરીથી તેમણે માલિકણની કબર ખોલી અને એમાં આ ડૉગીને પણ સાથે દફનાવી દીધી.

આ પણ વાંચો : દુલ્હાને બદલે તેની બહેન દુલ્હન સાથે ફેરા લઈને ભાભી ઘરે લઈ આવે છે

દુઃખની વાત એ છે કે અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં પાળેલાં પ્રાણીઓને માલિકની પ્રૉપર્ટી ગણવામાં આવે છે એટલે કોઈ પણ પ્રાણી નિષ્ણાત માલિકની ઇચ્છા મુજબ પેટ્સને મોતને ઘાટ ઉતારી શકે છે.

offbeat news hatke news