ડચ પેઇન્ટરે જે પિસ્તોલથી આત્મહત્યા કરેલી એ સવા કરોડ રૂપિયામાં વેચાઈ

22 June, 2019 08:16 AM IST  | 

ડચ પેઇન્ટરે જે પિસ્તોલથી આત્મહત્યા કરેલી એ સવા કરોડ રૂપિયામાં વેચાઈ

આ એ જ પિસ્તોલ છે જેનાથી વિન્સેન્ટે આત્મહત્યા કરી હતી

પ્રસિદ્ધ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોખ ૧૮૯૦ની સાલમાં આત્મહત્યા કરી હતી. જે ખેતરમાં તેમણે આત્મહત્યા કરેલી ત્યાં ૧૯૬૫માં આ પિસ્તોલ મળી આવી હતી. આ એ જ પિસ્તોલ છે જેનાથી વિન્સેન્ટે આત્મહત્યા કરી હતી. જોકે એના ચોક્કસ પુરાવા નથી મળી રહ્યા, પરંતુ જે ગોળીઓ કલાકારના પેટમાંથી નીકળી હતી એ આ પિસ્તોલ સાથે મૅચ થાય છે. એટલું જ નહીં, વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ૧૮૯૦ની સાલથી જ આ પિસ્તોલ જમીનમાં દફનાવાયેલી હતી. ખેડૂતે ત્યાંના એક હોટેલમાલિકને આ પિસ્તોલ આપી દીધી હતી અને એ ૨૦૧૬માં આ કલાકારનાં ચિત્રો સાથે મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી.

આ પણ વાંચો : ભારતીય આભૂષણોના ઇતિહાસ સમી 400 જ્વેલરી વેચાઈ લગભગ 7.59 અબજમાં

વિન્સેન્ટે લગભગ ૨૧૦૦થી વધુ ચિત્રો તૈયાર કર્યાં હતાં જેમાંથી ૮૬૦ ઑઇલ પેઇન્ટિંગ્સ હતાં. સફળ ચિત્રકાર બન્યા પછી પણ તેઓ વ્યાવસાયિક રીતે અસફળ રહેતાં તેમણે ૩૭ વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી. તાજેતરમાં આ પિસ્તોલ સવા કરોડ રૂપિયામાં વેચાઈ હતી. 

paris offbeat news hatke news