મેલાઘેલા શૂઝ 61,000 રૂપિયામાં ખરીદો તમે?

25 February, 2019 09:11 AM IST  | 

મેલાઘેલા શૂઝ 61,000 રૂપિયામાં ખરીદો તમે?

ડર્ટી શૂઝ

આજકાલ કૅઝ્યુઅલ અથવા તો સ્પોર્ટ્સ શૂઝ વધુ ટ્રેન્ડમાં છે. ગયા વર્ષે કૅન્વસનાં શૂઝ હૉટેસ્ટ ટ્રેન્ડમાં હતાં. જોકે ઇન્ટરનૅશનલ ફૅશન-બ્રૅન્ડ ગુચીએ તાજેતરમાં ડર્ટી શૂઝ લૉન્ચ કર્યા છે. અત્યાર સુધી હંમેશાં ચમચમતા અને સાફસૂથરા શૂઝ જ પહેરાતા હતા, પણ આ બ્રૅન્ડ જૂનાં લાગે એવાં અને મેલાં થઈ ગયાં હોય એવાં નવાંનક્કોર શૂઝ વેચે છે. આટલું ઓછું હોય એમ એની કિંમત પણ કંઈ નાનીસૂની નથી. ફૅશન-બ્રૅન્ડનું કહેવું છે કે જેમ કારો જૂની હોય તો વિન્ટેજ આઇટમ તરીકે વધુ પૈસા રળે છે એમ શૂઝમાં પણ થવું જોઈએ.

આ પણ વાંચો : 1 મિનિટમાં 43 માર્શમેલોની કૅન્ડી ચૉપસ્ટિક્સથી કૅચ કરવાનો રેકૉર્ડ

વિન્ટેજ શૂઝ જેવો લુક ધરાવતાં શૂઝની કિંમત ૮૭૦ ડૉલર એટલે કે લગભગ ૬૧,૦૦૦ રૂપિયા છે. વિન્ટેજ લુક આપવા માટે આ શૂઝમાં ઑફ-વાઇટ રંગના લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને પૉલિશ પણ નથી કરવામાં આવ્યું.

offbeat news hatke news