ગ્રીસમાં એક કલાકમાં 3378 બર્ગર બનાવવાનો રેકૉર્ડ બન્યો

17 June, 2019 09:32 AM IST  |  ગ્રીસ

ગ્રીસમાં એક કલાકમાં 3378 બર્ગર બનાવવાનો રેકૉર્ડ બન્યો

ગ્રીસમાં એક કલાકમાં 3378 બર્ગર બનાવવાનો રેકૉર્ડ બન્યો

ગ્રીસના થેસેલોન્સ્કી ટાઉનમાં થોડા દિવસ પહેલાં એક જ કલાકમાં હજારોની સંખ્યામાં બર્ગર બનાવવાનો રેકૉર્ડ ઍકિસ પીટ્રેઝકિસ નામના શેફે બનાવ્યો છે. ગુરુવારે આ માટેની ઇવેન્ટ ફૂડ ટૂર ફેસ્ટિવલમાં યોજાઈ હતી. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવવા માટે ગ્રીસ શેફે લગભગ બે દિવસ પહેલાંથી મહેનત કરવાની શરૂઆત કરી હતી અને તેને બર્ગર માટેની સામગ્રી અવિરત મળતી રહે એ માટે ૬થી ૭ હેલ્પર્સની ટીમ પણ ખડેપગે તહેનાત હતી. જૂનો વર્લ્ડ રેકૉર્ડ એક કલાકમાં ૨૨૦૦ બર્ગર બનાવવાનો હતો, જે ઍકિસે તોડી નાખ્યો હતો. એક કલાકમાં ૩૩૭૮ બર્ગર્સ બનાવવામાં આવ્યાં હતાં અને આ ઇવેન્ટમાં હાજર સૌને એ ફ્રીમાં વહેંચી દેવામાં આવ્યાં હતાં.

greece offbeat news hatke news