થ્રીડી હોલોગ્રામવાળા સર્કસને કારણે હવે પ્રાણીઓ પર ક્રૂરતા બંધ થશે

09 June, 2019 09:27 AM IST  |  જર્મની

થ્રીડી હોલોગ્રામવાળા સર્કસને કારણે હવે પ્રાણીઓ પર ક્રૂરતા બંધ થશે

સર્કસ

સદીઓથી સર્કસ માટે ટ્રેઇન કરવાના નામે પ્રાણીઓ પર અત્યાચાર આચરાતો આવ્યો છે. જોકે હવે પ્રાણીપ્રેમી લોકોના વિરોધને ધ્યાનમાં રાખીને જર્મનીના રોનકૅલી નામના સર્કસમાં હવે પ્રાણીઓનો ઉપયોગ નહીં થાય. રિયલ પ્રાણીઓને બદલે દર્શકોને આભાસી ઇમેજ દ્વારા એ જ કરતબ દેખાડવામાં આવશે.

વન્ય જીવોનો ઉપયોગ બંધ કરીને હવે આ સર્કસે થ્રીડી હોલોગ્રામનો ઉપયોગ શરૂ કર્યો છે. આ માટે ૧૫૦ ફુટનો અખાડો તૈયાર થાય છે જે લગભગ ૧૬ ફુટ ઊંડો હોય છે. ૧૧ અલગ-અલગ પ્રોજેક્ટરના માધ્યમથી પ્રકાશ ફેંકીને વિવિધ વન્ય જીવોની ઇમેજ ઉપસાવવામાં આવે છે.

હાથી, ઘોડા, સિંહ, ગોલ્ડફિશ અને એના જેવાં વન્ય પ્રાણીઓનાં વાસ્તવિક લાગે એવાં આભાસી ચિત્રો દ્વારા સર્કસ તૈયાર કરવામાં આવ્યું છે. સામાન્ય સર્કસમાં વન્ય જીવો સાથે જોકર અને ટ્રેઇનર પણ હોય છે જેને પણ હોલોગ્રામ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે પોલીસ ડ્રગ જેવું પરફ્યુમ તૈયાર કરશે

૧૯૭૬માં આ સર્કસની સ્થાપના કરનાર બર્નાર્ડ પૉલનું કહેવું છે કે ‘એ વખતે અસલ વન્ય જીવોનો ઉપયોગ થતો હતો, પણ અનેક પ્રાણીઓ હવે સંરક્ષિત શ્રેણીમાં આવતાં હોવાથી સર્કસ માટે પ્રાણીઓ મળવાં અને એને ટ્રેઇન કરવાનું મુશ્કેલ થવા લાગ્યું હતું. આખરે અમે પ્રાણીઓને બદલે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. હાલમાં ૩૬ કરોડ રૂપિયાના ખર્ચે આ લાઇટ શો તૈયાર થયો છે. હવે રોજના ત્રણ શો થાય છે.’

germany offbeat news hatke news