પુત્રનો લખાયેલો પત્ર ખોલીને વાંચવા બદલ પિતાને થઈ સજા

02 June, 2019 10:07 AM IST  |  સ્પેન

પુત્રનો લખાયેલો પત્ર ખોલીને વાંચવા બદલ પિતાને થઈ સજા

પ્રતીકાત્મક તસવીર

સ્પેનની એક કોર્ટમાં ૧૦ વર્ષના દીકરાને સંબોધીને લખાયેલો એક પત્ર પિતાએ ખોલીને વાંચી નાખ્યો એ બદલ વાતનું વતેસર થઈ ગયું હતું. વાત એમ હતી કે ઑલરેડી આ પરિવારમાં કાનૂની ખટલા ચાલી રહ્યા હતા. આ છોકરાની મમ્મીએ તેના ‌પતિ એટલે કે છોકરાના પિતા વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો હતો.

૧૦ વર્ષના છોકરાને સંબોધીને લખવામાં આવેલો પત્ર તેની માસીએ લખ્યો હતો અને એમાં તેણે તેના પિતાએ ૨૦૧૨માં મમ્મી સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો હતો એ વિશે લખ્યું હતું. આ પત્ર દીકરાને બદલે પિતાના હાથમાં આવી ગયો. પિતાએ કોર્ટકેસ દરમ્યાન આ પત્રનો ઉલ્લેખ કરીને દલીલ કરી હતી કે પોતાના દીકરાને ચડાવવા માટે માસી દ્વારા આવો પત્ર લખવામાં આવ્યો હતો. જોકે વાત ત્યાં જ અવળી પડી. તેની સાળીએ કોર્ટમાં જોરદાર દલીલ કરી કે જે પત્ર તેને સંબોધીને લખાયો જ નથી એ તેણે ખોલ્યો કઈ રીતે? આ તો દીકરાની અંગતતાનો ભંગ છે.

આ પણ વાંચો : ચીનના આ સાઇલન્ટ કૅફેમાં ઇશારાથી જ ઑર્ડર પ્લેસ કરવો પડે છે

કેસનો રૂખ પતિ-પત્નીના ઝઘડામાંથી બદલાઈને દીકરાની અંગતતા પરની તરાપ પર આવી પહોંચ્યો. હજી ૨૦૧૨માં પતિ-પત્ની વચ્ચે જે ઘટના ઘટેલી એનો ચુકાદો આવવાનો બાકી છે, પણ દીકરાની પ્રાઇવસીનો ભંગ કરીને પત્ર વાંચવા બદલે પિતાને બે વર્ષની જેલ અને ૧.૬૮ લાખ રૂપિયાનો દંડ ફરમાવવામાં આવ્યો છે.

spain offbeat news hatke news