સોનાથી મઢેલુ ડોનટ કોને ખાવું છે, તો આટલા રૂપિયા ખર્ચવા પડશે

25 February, 2019 08:58 AM IST  | 

સોનાથી મઢેલુ ડોનટ કોને ખાવું છે, તો આટલા રૂપિયા ખર્ચવા પડશે

સોનાથી મઢેલું ડોનટ

અમેરિકાના ફ્લૉરિડામાં માયામી બીચ પર એક ડોનટ શૉપ શરૂ થઈ છે જેમાં દરેક ચીજ એક્ઝૉટિક ઇન્ગ્રેડિયન્ટ્સથી બની છે. એટલે એનો ભાવ પણ આસમાનને આંબે એવો છે. પેસ્ટ્રી શેફ બોર્ન ડેલાક્રુઝે ખાસ લક્ઝુરિયસ ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરીને એવાં ડોનટ્સ બનાવ્યાં છે જેનો એક પીસ ૭૦૦૦ રૂપિયામાં વેચાય છે. શેફના કહેવા મુજબ એમાં ક્રિસ્ટલ ફૉર્મમાં શેમ્પેન વાપરવામાં આવી છે અને એની પર લિટરલી સોનાનો વરખ વપરાયો છે. ડોનટના બેઝ માટે ખાસ ફિલિપીન્સમાં મળતા પર્પલ રંગના સ્વીટ કંદ વાપરાવામાં આવ્યા છે.

આ પણ વાંચો : હોમવર્ક પૂરું કરવા માટે છોકરીએ ખરીદી લીધો 8500 રૂપિયામાં રોબો

ડોનટ્સમાં ક્રિસ્ટલ આઇસિંગ કરીને એની પર ખૂબ પાતળો ખાઈ શકાય એવો ગોલ્ડનો વરખ લગાવવામાં આવ્યો છે. આટલું મોઘું કોણ ખરીદતું હશે? એવું ધારતાં હો તો ખોટા પડાશે, કેમ કે ભલે આ ચીજ મોંઘી હોય એમાં શું છે એ ટ્રાય કરવા માટે પણ ઘણા લોકો એ ખરીદે છે અને એ માટે ઍડ્વાન્સમાં ઑર્ડર લખાવી જાય છે.

florida offbeat news hatke news