ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે પોલીસ ડ્રગ જેવું પરફ્યુમ તૈયાર કરશે

09 June, 2019 09:16 AM IST  |  નેધરલૅન્ડ્સ

ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે પોલીસ ડ્રગ જેવું પરફ્યુમ તૈયાર કરશે

પોલીસ ડ્રગ જેવું પરફ્યુમ તૈયાર કરશે

નેધરલૅન્ડ્સમાં ડ્રગ્સની તસ્કરી રોકવા માટે પોલીસ આકાશપાતાળ એક કરી રહી છે અને એમાં તેમણે એક નવતર પ્રયોગ આદર્યો છે. એક્સ્ટસી તરીકે જાણીતું યુવાનોમાં બહુ ફેમસ એવું નશીલું ડ્રગ્સ પકડી પાડવા માટે સ્થાનિક રિસર્ચરોએ એ ડ્રગ્સ જેવી ગંધ ધરાવતું પરફ્યુમ તૈયાર કર્યું છે. શનૅલ નંબર ફાઇવના પરફ્યુમ જેવું એનું પૅકિંગ છે. સરકારનું માનવું છે કે આમ લોકોને આ પરફ્યુમથી પરિચિત કરાવવામાં આવશે તો તેઓ કોઈ આ ડ્રગ્સની તસ્કરી કરતું હોય એને પકડી પાડી શકશે.

આ પણ વાંચો : રશિયામાં ચોરી થઈ ગયો આખેઆખો પુલ, કોઈને કાનો કાન ન પડી ખબર

આ માટે સરકારે અભ્યાસ પાછળ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ પરફ્યુમ વેચવા માટે નથી, પરંતુ પોલીસ લોકોને નૅપ્કિન કે ટિશ્યુ પર એનો સ્પ્રે કરી આપીને ગંધથી વાકેફ કરાવશે. જો દેશભરના લોકોને એની ગંધની ખબર પડી જાય તો કોઈ પણ વ્યક્તિ ચોરીછૂપી એ નશીલું ડ્રગ લઈને જતું હોય તો તરત જ ખબર પડી શકે છે.

offbeat news netherlands hatke news