ફિલિપીન્સમાં ઈશુભક્તોએ જાતે શૂળી પર ચડીને ગુડ ફ્રાઇડે મનાવ્યો

20 April, 2019 12:49 PM IST  |  ફિલિપીન્સ

ફિલિપીન્સમાં ઈશુભક્તોએ જાતે શૂળી પર ચડીને ગુડ ફ્રાઇડે મનાવ્યો

ગુડ ફ્રાઇડે

વિશ્વભરના કૅથલિક શ્રદ્ધાળુઓ માટે ગુડ ફ્રાઇડે અત્યંત દુખ અને પીડાનો દિવસ હોય છે. ફિલિપીન્સનાં કેટલાંક ગામોમાં આ દિવસે શ્રદ્ધાળુઓ જીઝસની યાદમાં તેમની જેમ જ શૂળીએ ચડે છે. આ માટે ગામોમાં ખાસ ભજવણીઓ થાય છે. આ દિવસે યુવાનો પોતાના જ શરીરને વાંસ અને લોખંડની પતરીઓ દ્વારા ઘાયલ કરીને લોહીલુહાણ કરે છે અને એ જ અવસ્થામાં ગામમાં સરઘસ કાઢીને ઘૂમે છે. આ દિવસે ઈશુને રોમન સૈનિકોએ શૂળીએ ચડાવ્યા હતા એ ઘટનાને પણ લોકો ફરીથી ભજવે છે. આ ભજવણીમાં લિટરલી ઈશુની જેમ જ હાથ અને પગે ખીલ્લા ઠોકાવીને ક્રૉસ પર લટકી રહેવામાં શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. અલબત્ત, મોટા ભાગના કૅથલિક ચર્ચ આ બાબતનો વિરોધ કરે છે એમ છતાં શ્રદ્ધાળુઓ ગામની બહાર જઈને આવી ભજવણીઓ કરે છે. કેટલાક લોકો રોમન સૈનિકના વેશ ધારણ કરે છે અને કેટલાક વડીલો ઈશુની જેમ પોતડી પહેરીને શૂળીએ ચડે છે. કેટલાક લોકો લગાતાર વીસ-પચીસ વર્ષથી દર વર્ષે આ રીતે શૂળીએ ચડે છે અને હવે મોત આવે ત્યાં સુધી દર વર્ષે આમ કરવાનું ઝૂનન ધરાવે છે.

philippines offbeat news hatke news