કપલે લગ્ન માટે બચાવેલા રૂપિયા આ ઘેટાની સારવારમાં વાપરી નાખ્યા

07 June, 2019 09:29 AM IST  |  અમેરિકા

કપલે લગ્ન માટે બચાવેલા રૂપિયા આ ઘેટાની સારવારમાં વાપરી નાખ્યા

ઘેટાની સારવારમાં વાપરી નાખ્યા 40,000 ડૉલર

અમેરિકાના નૉર્થ કૅરોલિનામાં રહેતું ૩૩ વર્ષની ક્રિસ્ટિન હર્કનેસ અને ૩૫ વર્ષના જય યોન્ઝ નામનું યુગલ જબરું પ્રાણીપ્રેમી છે. તેમણે અત્યાર સુધીમાં ડિસેબલ થઈ ચૂકેલાં ૬૨ ડૉગી અને બિલાડી જેવાં પ્રાણીઓના જીવ બચાવ્યા છે. જોકે એક ઘેટા માટેના પ્રેમમાં તો તેમણે હદ જ કરી નાખી. એક વર્ષ પહેલાં તેમણે લગ્નની તૈયારીઓ આરંભેલી અને એ જ વખતે તેમને એક ઘાયલ ઘેટું મળ્યું. એના પગમાં તકલીફ હોવાથી એ આપમેળે ચાલી શકતું નહોતું.

આ યુગલે એને પગે ચાલતું કરવા માટે આકાશપાતાળ એક કરી દીધાં. ૪૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૨૭ લાખ રૂપિયાથી વધુની બચત તેમણે મોકો નામના આ ઘેટાની સારવારમાં વાપરી નાખી, એટલું જ નહીં, તેમને આ ઘેટું એટલું વહાલું થઈ ગયું છે કે તેઓ હવે જ્યાં જાય ત્યાં એને સાથે જ રાખે છે. શીપ પણ એટલું હેવાયું થઈ ગયું છે કે એ રાતે સૂવા માટે પણ આ યુગલના બેડ પર ચડી જાય છે.

આ પણ વાંચો : નોકરિયાતોનો સ્ટ્રેસ ઘટાડવા માટે રસ્તા પર મુકાઈ રહી છે પન્ચિંગ બૅગ્સ

સ્વિમિંગ કરવાનું પણ એને બહુ ગમે છે. ક્રિસ્ટિન અને જય માટે એ પોતાના સંતાન કરતાંય વધુ અદકેરું છે. બન્ને જણ આ ઘેટાને એકદમ રાજાશાહી ઠાઠમાં રાખે છે અને એની પાછળ ધૂમ ખર્ચો કરે છે. એ જ કારણસર તેઓ ઑફિશ્યલી લગ્ન કરી નથી શક્યાં, પણ એનો તેમને કોઈ વસવસો નથી.

offbeat news hatke news